બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Saurashtra University Examination Malpractice Cases

હમ નહીં સુધરેંગે / સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ફરી ગેરરીતિ, 2 જ દિવસમાં 7 વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા

Malay

Last Updated: 09:17 AM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ફરી ગેરરીતિના કેસ નોંધાયા છે. 2 દિવસમાં LLBની પરીક્ષામાં 7 કોપી કેસ નોંધાયા છે.

 

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિના કેસ
  • 2 દિવસમાં LLBની પરીક્ષામાં 7 કોપી કેસ નોંધાયા
  • દેરડી કુંભાજીની શાંતાબેન કોલેજમાં 4 કોપીકેસ નોંધાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત ઓક્ટોબર મહિનામાં પેપરલીક કાંડની ઘટના સામે આવી હતી. રાજ્યની પ્રચલિત અને સતત વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને B.Comની પરીક્ષાના પેપર લીક થયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ફરી એકવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિના કેસ નોંધાયા છે. 2 દિવસમાં LLBની પરીક્ષામાં 7 કોપી કેસ નોંધાયા છે. 

પરીક્ષામાં ગેરરીતિના કેસ નોંધાયા
વિગતવાર વાત કરીએ તો દેરડી કુંભાજીની શાંતાબેન કોલેજમાં 4 કોપી કેસ નોંધાયા છે. જ્યારે કાલાવડની ગુરુ વંદના કોલેજમાં 1 કોપી કેસ નોંધાયો છે. પરીક્ષાના પ્રથમ દિવસે 2 કોપી કેસ નોંધાયા હતા. જ્યારે 2 દિવસમાં LLBની પરીક્ષામાં 7 કોપી કેસ નોંધાયા છે. 

પીડીએમ કોલેજમાંથી પરીક્ષામાં ચોરીનો વીડિયો થયો હતો વાયરલ
થોડા દિવસ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં પરીક્ષાર્થી કાપલી સાથે પરીક્ષાખંડમાં પહોંચ્યો હતો. પરીક્ષાર્થીએ પોતાના જ મોબાઇલમાં કાપલી, હોલ ટિકિટ અને આન્સર સીટ સાથેનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. આ વાયરલ વીડિયો પી.ડી.એમ કૉલેજનો હોવાનું સામે આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્શનમાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પી.ડી.એમ કૉલેજના સંચાલકોને નોટિસ પાઠવી આ અંગે ખુલાસો માંગ્યો હતો. 

પેપર લીક કૌભાંડ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક નિર્ણય: હવેથી પરીક્ષાના  લાઈવ CCTV પણ જોઈ શકાશે | Live CCTV of Saurashtra University exam can also  be seen

6 દિવસ પહેલા પરીક્ષામાં ગેરરીતિ આવી હતી સામે
તેના થોડા દિવસ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન ગેરરીતિના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા હતા. થોડા દિવસ અગાઉ સેમેસ્ટર-1ના અલગ-અલગ વિભાગના કુલ 59 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. પરીક્ષા શરૂ થયાના 6 દિવસમાં કુલ 8 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપાયા હતા. ત્યારે યુનિવર્સિટીએ કોપી કેસ કરી કાર્યવાહી હાથ ધરી હતી. 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીધો હતો આ નિર્ણય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત 13 ઓક્ટોબરનું BBA અને B.com સેમ-5નું એક-એક પેપર લીક થવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવતા હજારો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું હતું અને તેમાંથી B.comનું એક પેપર છાત્રોએ બીજી વખત આપવું પડ્યું હતું. પેપર લીક થતા જ તમામ પરીક્ષાઓમાં QR કોડ સાથેનું પેપર કાઢવાનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણીએ ત્વરીત નિર્ણય કર્યો હતો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Saurashtra Saurashtra university પરીક્ષામાં ફરી ગેરરીતિ વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી Saurashtra university
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ