બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Saurashtra University embroiled in controversy over Senate election

વિવાદોનું ઘર / સેનેટની ચૂંટણીમાં ભાજપ નેતાના પુત્રના નામની ભલામણને લઈ મામલો ગરમાયો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં

Ronak

Last Updated: 01:59 PM, 1 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી વિવાદોમાં ઘેરાઈ છે. જેમા સેનેટની ચૂંટણીમાં પૂર્વમંત્રીના પુત્રના નામની ભલામણ કરવામાં આવી. જેને લઈને હવે વિવાદ વકર્યો છે.

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી ભારે વિવાદમાં 
  • સેનેટની ચૂંટણીમાં પૂર્વમંત્રીના પુત્રના નામની ભલામણ કરાઈ 
  • પૂર્વમંત્રીના પુત્રના નામની ભલામણને લઈ મામલો ગરમાયો 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે વિવાદોનું ઘર બની છે. અહીયા ચૂંટણી માટેના પ્રતિનિધિના નામની ભલામણને લઈને વિવાદ ઉભો થયો છે. પૂર્વ કુલપતિ દ્વારા સેનેટની ચૂંટણી માટે પૂર્વ મંત્રીના પુત્રની પ્રતિનિધિ માટે ભલામણ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેના કારણે આ મુદ્દે ઘણા ગંભીર સવાલો ઉઠ્યા છે. 

સમગ્ર મામલે વિવાદ વકર્યો 

સમગ્ર મામલે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ડોનર સીટ પરથી સેનેટ બનવા માટે હોડ લાગી છે. સાથેજ સી આર પાટીલની નો રિપીટ થીયરી સામે પણ ડોનર સીટ માટે હોડ લાગી છે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જેના કારણે આ સમગ્ર મામલે હવે વિવાદ સર્જાયો છે. 

પૂર્વમંત્રીના પૂત્રના નામની ભલામણને લઈવ વિવાદ વકર્યો 

આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લઈને પહેલો સવાલ એ ઉઠ્યો છે કે યુનિવર્સિટીનાં ભલામણ વાળી ક્યા સુધી ચાલશે. પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદીના દીકરાની પ્રતિનિધિ માટે ભલામણ કેમ કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં અડિંગો જમાવવા દાનની સરવાણીની નોબત કેમ આવી છે. શિક્ષણ જગતના મહાવિદ્યાલયમાં દાયકાઓથી એક સિન્ડિકેટ સભ્યનું વર્ચસ્વ કેમ છે. 

વિદ્યાર્થિની સાથે છેડતીનો બનાવ 

ઉલ્લેખનીય છે કે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સાથે છેડતીનો એક બનાવ સામે આવ્યો છે. જે મુદ્દે પણ યુનિવર્સિટી ફરી વિવાદોમાં આવી છે. જેમા યુનિવર્સિટીના કર્મચારીએ વિદ્યાર્થિનીને ખોટી ઓળખ આપીને તેને યુનિવર્સિટી બોલાવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Saurashtra university contorvercy rajkot રાજકોટ વિવાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી Saurashtra university
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ