બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / અન્ય જિલ્લા / ભારે બફારા અને ઉકળાટમાંથી લોકોને રાહત, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન

photo-story

7 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / ભારે બફારા અને ઉકળાટમાંથી લોકોને રાહત, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન

Last Updated: 06:28 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યનાં અનેક જીલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્રનાં અનેક જીલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. ઝરમર વરસાદ પડવાનો શરૂ થતા કંઈક અંશે લોકોએ અસહ્ય બફારાથી રાહત મેળવી હતી.

1/7

photoStories-logo

1. ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે પડ્યો વરસાદ

અમરેલી જીલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. ગોખરવલા, દેવભૂમિ દેવળીયા, લાપાળીયા, ચાંદગઢ ગામમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ખંભાળિયાના નાકા, તળાવની પાર વિસ્તારમાં વરસાદ

જામનગર જીલ્લાનાં વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. ખંભાળિયાના નાકા, તળાવની પાર વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ

ભાવનગર જીલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. ભાવનગરનાં સિહોર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. સિહોરનાં વરલ ગામ સહિત આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. વરસાદ પડતા હાઇવે પર ભરાયા પાણી

રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેમાં રેડકોર્સ, ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ સહિતનાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા હાઈવે પર પાણી ભરાયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. તાપીના વાલોડ તાલુકામાં પડ્યો વરસાદ

તાપીનાં વાલોડ તાલુકમાં વરસાદ પડ્યો હતો. વાલોડથી શાહપોર ગામ તરફ જતા રસ્તામાં વરસાદ પડ્યો હતો. બીજા પણ કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા માર્ગ પર વરસાદી માહોલ છવાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. નવસારીમાં વાતાવરણમાં આવ્યો પલટો

નવસારીમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. મંકોડિયા, સ્ટેશન રોડ, એસટી ડેપો વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અનેક વિસ્તારોમાં વરસાદ વરસત વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ભારે પવન સાથે વરસ્યો વરસાદ

ભાવનગરનાં અનેક તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેસર તાલુકાનાં કોબાડીયા ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી માલણ નદીમાં નવા નીર આવ્યા હતા. વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Saurashtra joy among farmers rainy weather

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ