બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLને મોટી સફળતા, ઝડપાઇ કરોડોની વીજચોરી, સામે આવી ગેરરીતિ
Last Updated: 10:38 AM, 8 January 2025
PGVCL Drive : સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાપાયે વીજચોરી ઝડપાઇ છે. વાસ્તવમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજચોરી પકડવા ડ્રાઇવ યોજાઇ હતી. આ તરફ PGVCL ટીમે ડિસેમ્બર મહિનામાં કુલ 28.97 કરોડની વીજ ચોરી પકડી પડી હોવાનું સામે આવ્યું છે. આ સાથે કુલ 7668 વીજ જોડાણો વિરૂધ્ધ કાર્યવાહી કરી 28.97 કરોડની ચોરી પકડી હોવાનું ખૂલ્યું છે.
ADVERTISEMENT
રાજ્યમાં વીજચોરીને લઈ મોટી કાર્યવાહી સામે આવી છે. વિફતો મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજચોરી પકડવા યોજવામાં આવેલ ડ્રાઇવમાં વાયરથી મીટર બાયપાસ, ટેરીફ ચેન્જ, લોડ વધારો વગેરે ગેરરીતી સામે આવી હતી. જેમાં ડિસેમ્બર મહિનામાં PGVCL ટીમે ડિસેમ્બર મહિનામાં કુલ 28.97 કરોડની વીજ ચોરી પકડી છે.
ADVERTISEMENT
નોંધનિય છે કે, સૌથી વધુ રકમની વીજચોરી ભાવનગરમાંથી પકડાઈ છે. આ તરફ 7 હજાર 668 વીજ જોડાણ વિરુદ્ધ PGVCLની કાર્યવાહીથી વીજચોરી કરતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.