સાઉદી અરબની રાજધાની રિયાદ સ્થિત રોયલ પેલેસની સુરક્ષા ઝોનમાં એક ડ્રોન ઘૂસી ગયું જેના કારણે ભાગદોડ મચી ગઇ હતી. એ દરમિયાન ભારે ગોળીબાર થયો અને રોયલ પેલેસમાં તૈનાત સુરક્ષા કર્મીઓએ ડ્રોનનો ઠાર કર્યો. રોયલ પેલેસમાં ભારે ગોળીબારનો વીડિયો ઓનલાઇન વાયરલ થઇ રહ્યો છે. પોલીસે જણાવ્યું કે રોયલ પેલેસ નજીકની સુરક્ષા ઝોનમાં એક ડ્રોન ઘૂસી આવ્યું હતું જેના કારણે ભાગદોડ મચી ગઇ હતી.
શનિવાર રાતે રોયલ પેલેસના પરિસરમાં ભારે ગોળીબાર થયો અને શંકાસ્પદ ડ્રોનની ઉડાનની માહિતી સામે આવ્યા બાદથી સોશિયલ મીડિયા પર અલગ અલગ અફવાઓ ઊડી રહી હતી. સોશિયલ મીડિયા પર સાઉદી અરબમાં બળવાનું અનુમાનનો દાવો કરવામાં આવી રહ્યો છે. એક યૂઝરે ટ્વિટ કરીને કહ્યું કે સાઉદીમાં સૈન્ય બળવો જારી છે. સાઉદીની સેના લેફ્ટિનેટજનરલ અલ્લુકાસ નેપિલ્સના નેતૃત્વમાં સૈન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ કાર્યવાહી સાઉદીના કિંગ સલમાનને હટાવવા માટે કરવામાં આવી રહી છે. આ બળવાનો પ્રયત્ન છે. કિંગ સલમાનને એરફોર્સ બેસની પાસે સુરક્ષિત સ્થાન પર લઇ જવામાં આવ્યા છે. આ યૂઝરે ગોળીબારનો વીડિયો પણ શેર કર્યો છે. સાઉદીની સેના લેફ્ટિનેટ જનરલ અલ્લુકાસ નેપિલ્સના નેતૃત્વમાં સેન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
BREAKING: Unconfirmed reports of a coup attempt in #Saudi as gunfire is heard near the royal palace in Riyadh the Saudi capital.
King Salman reportedly moved to a safe bunker reportedly at a nearby Air Force base. Ongoing situation. pic.twitter.com/Y3bPGxNK88
આ કાર્યવાહી સાઉદીના કિંગ સલમાનને હટાવવા માટે કરવામાં આવી રહી છે. એક અન્ય યૂઝરે ટ્વિટ કરીને કહ્યું કે રિયાદના રોયલ પેલેસમાં ગોળીબારનો અવાજ સાંભળવામાં આવ્યો છે.
તો પોલીસનું કહેવું છે કે સાઉદી અરબની સુરક્ષા કર્મીઓએ રોયલ પેલેસની પાસે ઉડી રહેલું શંકાસ્પદ ડ્રોનનો ઠાર કર્યો છે. રોયલ પેલેસ પરિસર પર ગોળીબારની આ ઘટના શનિવાર સાંજે 7:50ની છે.