સાઉદી અરેબિયાની સરકાર ભારતીય નાગરિકોને એક મોટી છૂટ આપી છે. ભારતીય નાગરિકોએ વિઝા મેળવવા માટે પોલીસ ક્લિરન્સ સર્ટિફિકેટ રજૂ કરવાની જરુર નહીં રહે.
ખાડી દેશ સાઉદી અરેબિયાએ ભારતીય નાગરિકોને આપી મોટી છૂટ
વીઝા માટે નહીં આપવું પડે પોલીસ ક્લિરન્સ સર્ટિફિકેટ
અત્યાર સુધી પોલીસ ક્લિરન્ટ સર્ટિફિકેટ આપવું જરુરી હતું
દિલ્હીમાં સાઉદી એમ્બેસીએ ટ્વિટ કરીને આપી જાણકારી
તાજેતરના સમયમાં ભારત અને સાઉદી અરેબિયાના સંબંધો પાંગરી રહ્યાં છે ભારત સાથેના ગાઢ સંબંધોના પરિણાસ્વરુપે જ સાઉદી અરેબિયાએ ભારતીય નાગરિકોને એક મોટી છૂટ આપી છે. દિલ્હીમાં સાઉદી એમ્બેસીએ ટ્વિટ કરીને જણાવ્યું કે સાઉદી અરેબિયા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધો અને વ્યુહાત્મક ભાગીદારીને પગલે અરેબિયાએ ભારતીય નાગરિકોને વીઝા માટે પોલીસ ક્લિરન્સ સર્ટિફિકેટ રજૂ કરવામાંથી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
"In view of the strong relations and strategic partnership between Saudi Arabia and India, the Kingdom has decided to exempt Indian nationals from submitting a Police Clearance Certificate (PCC)," tweets Saudi Embassy in Delhi pic.twitter.com/ilggQxbDtG
અત્યાર સુધી પોલીસ ક્લિરન્સ સર્ટિફિકેટ જરુરી હતી
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી તમામ ભારતીયો વીઝા માટે પોલીસ ક્લીરન્સ સર્ટિફિકેટ રજૂ કરવુ ફરજિયાત હતું. લોકોને પણ આ સર્ટિફિકેટ મેળવવામાં ખૂબ પરેશાનીનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે ભારતીયોને મોટી રાહત મળી છે.