બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / સિંઘમ અગેન, ભૂલ ભૂલૈયા 3ને લાગ્યો જોરદાર ઝટકો, રિલીઝ પહેલા જ આ દેશમાં મૂકાયો પ્રતિબંધ
Last Updated: 10:32 AM, 31 October 2024
Singham Again Bhool Bhulaiyaa 3 : દિવાળીના તહેવારો વચ્ચે હાલ અજય દેવગનની 'સિંઘમ અગેન' અને કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા 3'ને લઈને ભારે ચર્ચા છે. બંને ફિલ્મો દિવાળી પર રિલીઝ માટે તૈયાર છે જેના માટે ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. આ બધાની વચ્ચે હવે આ ફિલ્મને તેની રિલીઝ પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. વિગતો મુજબ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સાઉદી અરેબિયાએ બંને ફિલ્મો પર પ્રતિબંધ મૂક્યો
એક અહેવાલ મુજબ, 'સિંઘમ અગેન' અને 'ભૂલ ભૂલૈયા 3' સાઉદી અરેબિયામાં બનાવવામાં આવી છે. જો કે બંને પર પ્રતિબંધ માટે અલગ-અલગ કારણો આપવામાં આવી રહ્યા છે. હવે તમને થશે કે એવું તે શું કારણ છે કે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ? આવો જાણીએ તમને મૂંઝવતા તમામ સવાલોના જવાબ વિશે.
ADVERTISEMENT
'સિંઘમ અગેઇન' પર શા માટે પ્રતિબંધ ?
અજય દેવગનની ફિલ્મ 'સિંઘમ અગેન'ને લઈને ભારે ચર્ચા છે. જોકે સાઉદીમાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધના કારણે ચાહકો નિરાશ થયા છે. આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાના કારણ વિશે વાત કરવામાં આવે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે, ધર્મ સાથે જોડાયેલા કેટલાક મુદ્દાને કારણે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે રિપોર્ટ્સ સામે આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે, આ ફિલ્મમાં હિંદુ-મુસ્લિમ સંઘર્ષ છે અને તેના કારણે સાઉદીએ આ ફિલ્મને રિલીઝ કરવાની ના પાડી દીધી છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં રામાયણ સાથે જોડાયેલા કેટલાક કનેક્શન બતાવવામાં આવ્યા છે પરંતુ તેમાં હિંદુ-મુસ્લિમનો મુદ્દો શું છે તે તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે.
'ભૂલ ભૂલૈયા 3' પર પ્રતિબંધ મૂકવાનું કારણ શું ?
સાઉદી દ્વારા આ ફિલ્મ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેના રિલીઝ ન થવાના કારણ વિશે વાત કરતા કહેવામાં આવી રહ્યું છે કે 'ભૂલ ભુલૈયા 3'નો પ્રતિબંધ સમલૈંગિકતા સાથે સંબંધિત છે. આ અંગે પ્રાપ્ત માહિતીમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં કાર્તિક આર્યનના રોલમાં કેટલાક સમલૈંગિક સંદર્ભોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેથી સાઉદીએ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
દિવાળી પર બંને ફિલ્મો વચ્ચે ટક્કર
ઉલ્લેખનીય છે કે, દિવાળીના અવસર પર બંને ફિલ્મો વચ્ચે જોરદાર સ્પર્ધા થવાની છે. બંને ફિલ્મો 1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આવી સ્થિતિમાં તે જોવાનું રસપ્રદ રહેશે કે કઈ ફિલ્મ તેના ઓપનિંગ ડે પર કમાણી કરે છે. જોકે બંને ફિલ્મોના પોત-પોતાના ફેનબેઝ છે પરંતુ હવે બધા આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.