બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / સૂર્ય ગ્રહણના દિવસે શનિનું મીનમાં ગોચર, 2027 સુધી આ રાશિના જાતકોને ચાંદી જ ચાંદી
Last Updated: 03:28 PM, 18 July 2024
શનિ દેવ આ વર્ષે કોઈ રાશિ પરિવર્તન નથી કરવાના, પરંતુ આવતા વર્ષે એટલે કે 2025માં શનિનું રાશિ પરિવર્તન થશે, એ દિવસ જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ મહત્વનો રહેવાનો છે. કેમ કે તે દિવસે સૂર્ય ગ્રહણ પણ થવાનું છે. આ બે મોટા પરિવર્તનના કારણે દરેક રાશિ પર તેનો પ્રભાવ પડવાનો છે. પરંતુ ત્રણ રાશિ એવી હશે જે નસીબ ખુલી જવાનું છે.
ADVERTISEMENT
અત્યારે શનિ દેવ કુંભમાં બિરાજમાન છે. 29 માર્ચ 2025ના રોજ શનિદેવ રાત્રે 11:01 વાગે રાશિ પરિવર્તન કરી મીનમાં પ્રવેશ કરશે. આ દિવસે સૂર્ય ગ્રહણ પણ થવાનું છે. ભારતમાં તે સૂર્ય ગ્રહણ નહીં દેખાય. મીન રાશિમાં શનિ અઢી વર્ષ એટલે કે 3 જુન 2027 સુધી રહેશે. આ પરિવર્તનની અસર કઈ ત્રણ રાશિ પર શુભ રહેવાની છે તે જાણીએ.
વધુ વાંચો : ઓગસ્ટ મહિનામાં બુધ થશે વક્રી, 3 રાશિને તો મજા પડી જશે, ધનલાભ અને સફળતાના છે યોગ
ADVERTISEMENT
શનિ ગોચર અને સૂર્ય ગ્રહણની અસર સિંહ રાશિ પર ફળદાયી સાબીત થવાની છે. સિંહ રાશિના સ્વામી સૂર્ય દેવ હોવાથી તેના જાતકોને મુશ્કેલીમાંથી છુટકારો મળશે. જીવનના દરેક મોર્ચે સફળતા મળશે. જો તમે વ્યાપાર કરો છો તો ખૂબ લાભ થશે. કાર્યસ્થળ પર મોટી જવાબદારી મળી શકે છે. આવકમાં વૃદ્ધિ થશે. સાહસ અને પરાક્રમ વધશે.
શનિનું આ રાશિ પરિવર્તન મીન રાશિ માટે શુભ ફળ આપનારું સાબીત થશે. જીવનમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. અટવાયેલા કામ પાર પડશે. જે લોકો નોકરી કરે છે તેમના માટે આ સમય લાભકારક રહેશે. ભૌતિક સુખ મળશે. આર્થિક સ્થિતિ સુધરશે. ધનની બચત થશે.
તુલા રાશિના જાતકો માટે પણ આ પરિવર્તન ફાયદાકારક રહેવાનું છે. શનિ દેવ તમારા જીવનને ખુશીયોથી ભરી દેશે. તમામ આર્થિક મુશ્કેલી દૂર થશે. તમને મહેનતનું ફળ હાંસીલ થશે. જે લોકો વ્યાપાર કરે છે તેમને ફાયદો થશે.તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ ચેન્જ આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT