Team VTV09:49 PM, 22 Jan 23
| Updated: 07:15 AM, 23 Jan 23
31 જાન્યુઆરી, 2023 ના રોજ, શનિ પોતાની રાશિમાં અસ્ત થશે અને આગામી 33 દિવસો સુધી આ નબળી સ્થિતિમાં રહેશે. શનિના અસ્ત થવાને કારણે ઘણી રાશિના લોકો પ્રભાવિત થશે.
31 જાન્યુઆરી, 2023 ના રોજ, શનિ પોતાની રાશિમાં અસ્ત થશે
આગામી 33 દિવસો સુધી શનિ રહેશે નબળી સ્થિતિમાં
શનિના અસ્ત થવાને કારણે ઘણી રાશિના લોકો પ્રભાવિત થશે
17 જાન્યુઆરીએ કુંભ રાશિમાં ગોચર થયા પછી શનિ દેવ અસ્ત થવાના છે. 31 જાન્યુઆરી 2023 ના રોજ શનિ સ્વરાશિ એટલે કે પોતાની જ રાશિમાં અસ્ત થઈ જશે અને આગામી 33 દિવસ સુધી તે જ અવસ્થામાં રહેશે. શનિનાં અસ્ત થવાના કારણે ઘણી રાશિયોના જાતકોને અસર થશે. જ્યોતિષીઓનું કહેવું છે કે શનિનાં પોતાની રાશિમાં અસ્ત થવાના કારણે પાંચ રાશિના જાતકો સૌથી વધુ પ્રભાવિત થશે. તેમના સ્વભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. અને આર્થિક રીતે ઉતાર-ચઢાવનું પરિણામ પણ દેખવા મળી શકે છે.
મેષ રાશિઃ શનિ દેવ મેષ રાશિનાં જાતકો માટે 10 માં ભાવમાં અસ્ત થશે. આ ભાવનો સબંધ સીધો કર્મ અને તેનાં જીવન સાથે હોય છે. શનિનાં અસ્ત થયા બાદ તમારી સામાજિક છબીને નુકશાન પહોંચી શકે છે. નોકરી-વેપાર સાથે સંકળાયેલી મુશ્કેલીઓ વધી શકે છે. રૂપિયા-પૈસાનું નુકશાન થઈ શકે છે. તેમજ રોકાણ સબંધીત યોજનાઓને હાલમાં ટાળી દેવી. અસ્ત શનિ દાંપત્ય જીવનમાં પણ મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.
કર્ક રાશિ- શનિ તમારી રાશિના સાતમા સ્થાને અસ્ત થવાનો છે. અસ્ત શનિ તમારા કેરિયરનાં વિષયમાં તમને હેરાન કરી શકે છે. ખાસ કરીને બિઝનેસમાં ભાગીદારી કરવાવાળા લોકોએ ખૂબ જ સાવચેત રહેવું પડશે. જો તમારે કોઈ શુભ કાર્ય કરવું હોય તો હાલમાં તે ટાળી દેવું જોઈએ. 33 દિવસ પછી જ્યારે શનિનો ઉદય થશે ત્યારે તે કામ કરવું યોગ્ય રહેશે.
સિંહ રાશિ- શનિગ્રહ તમારી રાશિના છઠ્ઠા ભાવમાં અસ્ત થવાનો છે. અસ્ત શનિ તમારા સ્વાસ્થ્ય સબંધીત બિમારીથી હેરાન પરેશાન કરી શકે છે. જેના પરિણામે તમામ બીમારીયો પર તમારો ખર્ચ વધી શકે છે. અચાનક ખર્ચાઓ થતા તમારૂ બજેટ ખોરવાઈ શકે છે. સાથે સાથે અશુભ સમાચાર તમારા માટે તણાવનું કારણ બની શકે છે. વેપારી વર્ગનાં જાતકોને પણ નુકશાન ભોગવવું પડી શકે છે. આ દરમ્યાન કોઈ પણ નિર્ણય સમજી વિચારીને કરજો.
વૃશ્ચિક રાશિ - તમારી રાશિના ત્રીજા ભાવમાં શનિનો અસ્ત થશે. શનિ તમારા ભાઈ-બહેન સાથેના સંબંધોને અસર કરી શકે છે. પરિવારના સભ્યો સાથે વિવાદ વધી શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લો. વ્યવસાયમાં પ્રયોગો તમારા માટે ભારે પડી શકે છે. આ સમયગાળા દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ બનશે. મુસાફરી દરમિયાન પણ ખાસ કાળજી રાખો.
કુંભ રાશિ - શનિ તમારી રાશિનો સ્વામી છે અને આ રાશિમાં અસ્ત થવાનો છે. કેરિયરના મામલે તમારે થોડું સાવધાન રહેવું પડશે. તમારી આર્થિક સ્થિતિ પણ નબળી પડી શકે છે. નોકરી કરતા લોકોને ઘણા તણાવનો સામનો કરવો પડી શકે છે. નવી નોકરી શોધવાનો વિચાર હાલ પૂરતો મુલતવી રાખવો. વિવાહિત જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે. મિત્રો અને સંબંધીઓ સાથે મતભેદ પણ થઈ શકે છે.