બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / saturday upay to get grace shani dev according to vaidic jyotish shaniwar upay

આસ્થા / શનિદેવની વિશેષ કૃપા મેળવવા અપનાવો આ ઉપાય, દૂર થશે શનિદોષ, મનોકામના થશે પૂર્ણ

Last Updated: 08:02 AM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવ કર્મોના આધાર પર ફળ પ્રદાન કરે છે. શનિદેવ કુંડળીમાં શુભ સ્થાને બિરાજમાન હોય તો તે વ્યક્તિ રંકમાંથી રાજા બની શકે છે. આ ઉપાય કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.

  • કુંડળીમાં નવગ્રહ વિશેષ સ્થાન ધરાવે છે. 
  • શનિદેવ કર્મોના આધાર પર ફળ પ્રદાન કરે છે.
  • આ ઉપાય કરવાથી શનિદેવ થશે પ્રસન્ન.

સનાતન ધર્મમાં દરેક દેવતાનો કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધ રહેલો છે. કુંડળીમાં નવગ્રહ વિશેષ સ્થાન ધરાવે છે. શનિદેવ કર્મોના આધાર પર ફળ પ્રદાન કરે છે. શનિદેવ કુંડળીમાં શુભ સ્થાને બિરાજમાન હોય તો તે વ્યક્તિ રંકમાંથી રાજા બની શકે છે. કુંડળીમાં જે શનિદોષ હોય છે, તેના કારણે વ્યક્તિ રાજામાંથી રંક પણ બની શકે છે અને જીવન નર્ક બની જાય છે. કેટલાક ઉપાય કરવાથી શનિદોષ દૂર થાય છે, તે ઉપાય અંગે અહીંયા જણાવવામાં આવ્યા છે. 

શનિવારના દિવસે કરો આ ઉપાય

  • જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવને પ્રસન્ન કરવા માટે બ્રહ્મ મુહૂર્તમાં પીપળાના ઝાડ પર જળ ચઢાવો અને ‘ऊं शं शनैश्चराय नम:’ મંત્રનો જાપ કરો, હવે પીપળાના ઝાડને પ્રણામ કરીને સાત પરિક્રમા ફરો. 
  • ધાર્મિક માન્યતા અનુસાર શનિવારના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા ભિક્ષુકને તેલથી બનેલ ભોજન આપવાથી શનિદેવ પ્રસન્ન થઈને આશીર્વાદ પ્રદાન કરે છે. 
  • શનિવારના દિવસે ગૂગળનો ધૂપ કરો. આ પ્રકારે કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને શનિદેવ પ્રસન્ન થાય છે. 
  • શનિદેવને પ્રસન્ન કરવા માટે અડદની દાળનું દાન કરો. 
  • શનિદેવની કૃપા મેળવવા માટે કાળી અડદની દાળ જળમાં પધરાવો. 
  • શનિવારે સુંદરકાંડના પાઠ કરવાથી સર્વશ્રેષ્ઠ ફળ પ્રદાન કરે છે. 
  • બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્તિ માટે શનિવારે રાત્રિના સમયે ભોજપત્ર પર રક્ત ચંદનથી ‘ऊं ह्वीं’ લખીને દરરોજ તેની પૂજા કરો. 
  • જીવનમાં આવી રહેલ અડચણ દૂર કરવા માટે શનિવારના દિવસે કાળી ગાય તથા કાળા શ્વાનને રોટલી અને કાળી ચકલીને ચણ આપો. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)


 

સંકળાયેલા મુદ્દાઓ

Shanidev Shanidev Pooja Shanidev Upay Shanidosh Shanidosh upay Shanivar Shanivar Upay શનિદેવ શનિદેવ ઉપાય શનિદેવ પૂજા શનિદોષ શનિદોષ ઉપાય શનિવાર શનિવાર ઉપાય Dharma
Vikram Mehta
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ