બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

VTV / ધર્મ / saturday remedies 7 surefire remedies to protect from the evil eye of saturn

તમારા કામનું / શનિની કુદ્રષ્ટિથી બચાવશે શનિવારે કરેલા આ 7 ઉપાય, જીવનમાંથી દૂર થશે કષ્ટ

Manisha Jogi

Last Updated: 03:01 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવની વક્ર દ્રષ્ટીને કારણે તમામ લોકોને ડર પણ લાગે છે. કેટલાક ઉપાય કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • શનિનું નામ આવતા જ લોકોના મનમાં ડર પેસી જાય છે
  • શનિદેવની વક્ર દ્રષ્ટીને કારણે તમામ લોકોને ડર લાગે છે
  • કેટલાક ઉપાય કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે

જ્યોતિષ શાસ્ત્રમાં શનિનું નામ આવતા જ લોકોના મનમાં ડર પેસી જાય છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. ખોટા કર્મ કરનારને દંડિત કરવામાં આવે છે અને શુભ કર્મ કરનારને શુભ ફળ પ્રદાન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર શનિદેવની જે લોકો પર કૃપા દ્રષ્ટી રહે છે, તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે. શનિદેવની વક્ર દ્રષ્ટીને કારણે તમામ લોકોને ડર પણ લાગે છે. કેટલાક ઉપાય કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

શનિદેવની વક્ર દ્રષ્ટીથી બચવાના ઉપાય

  • શનિદેવની વક્ર દ્રષ્ટીથી બચવા માટે કોઈપણ વ્યક્તિ સાથે અન્યાય ના કરવો. નબળા વ્યક્તિને ક્યારેય પણ ના સતાવવા. ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓની સેવા કરવી, જેથી શનિદેવ ખુશ થાય છે. આ નિયમોનું પાલન કરવાથી શનિદેવની વક્ર દ્રષ્ટીથી થતી પરેશાનીઓથી રાહત મળી શકે છે.
  • શનિદેવની વક્ર દ્રષ્ટી પડવાથી જીવનમાં અનેક પરેશાનીઓ આવે છે. જેના કારણે આરોગ્યથી લઈને બિઝનેસમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શનિદેવની વક્ર દ્રષ્ટીથી બચવા માટે હાથમાં લોઢાનો છલ્લો ધારણ કરવો જોઈએ. 
  • શનિદેવ સાથે જોડાયેલ કષ્ટથી પરેશાન છો, તો શનિવારના દિવસે શનિદેવના મંદિરમાં સરસિયાનું તેલ અર્પણ કરવું જોઈએ અને 108 વાર શનિમંત્રનો જાપ કરવો, જેથી તમને લાભ થશે. 
  • શનિદેવ સંબંધિત કષ્ટ દૂર કરવા માટે ભગવાન ભોળેનાથની પૂજાને ફળદાયી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, નિયમિતરૂપે ભગવાન શિવની સાધના કરવાથી અને મહામૃત્યિંજય મંત્રનો જાપ કરવાથી શનિદેવ સંબંધિત સમસ્યા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 
  • શનિવારના દિવસે શનિદેવ પર છાયાદાન કરવાને શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, કોઈ વાસણમાં સરસિયાનું તેલ લઈને તેમાં એક રૂપિયાનો સિક્કો નાખવો અને તેલમાં ચહેરાની છાયા જોવી. ત્યાર પછી જરૂરિયાતમંદ વ્યક્તિને તે તેલનું દાન કરવું. 
  • કુંડળીમાં શનિદેવના કષ્ટ દૂર કરવા માટે 10 મહાવિદ્યાઓમાં માઁ મહાકાળીની પૂજાને ફળદાયી માનવામાં આવે છે. 
  • માનવામાં આવે છે કે, શનિદેવના દુષ્પ્રભાવથી બચવા માટે સંકટમોચન બજરંગબલીની પૂજા જરૂરથી કરવી અને ત્યારપછી ભગવાન ભૈરવની ઉપાસના કરવી.

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ