બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / આરોગ્ય / Satish Kaushik passed away due to heart attack, finally why are the cases of heart attack increasing

ધ્યાન રાખો / સતીશ કૌશિકનું થયું હ્રદયના હુમલાને કારણે નિધન, આખરે કેમ વધી રહ્યા છે Heart Attackના કેસ

Megha

Last Updated: 04:24 PM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ જોવા મળ્યું છે કે હાર્ટ એટેકના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે પણ તેની પાછળનું કારણ શું છે?

  • સતીશ કૌશિકનું હાર્ટ એટેકના કારણે નિધન થયું 
  • હાર્ટ એટેકના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે
  • હાર્ટ એટેક આવવા પાછળનું કારણ શું છે?

હાલમાં જ અભિનેત્રી સુષ્મિતા સેને ખુલાસો કર્યો હતો કે તેને હાર્ટ એટેક આવ્યો હતો પણ હવે તે ઠીક છે. હવે તેના થોડા દિવસો બાદ આજે એક્ટર અને ડિરેક્ટર સતીશ કૌશિકનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. એમને હાર્ટ અટેક આવ્યાના એક દિવસ પહેલા જ સતીશ કૌશિકે હોળીના તહેવારની ઉજવણી કરતા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી હતી જેમાં તે ખૂબ જ ફિટ અને સ્વસ્થ દેખાઈ રહ્યા હતા. 

જો કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ સેલિબ્રિટીનું અચાનક હાર્ટ એટેક અથવા સ્ટ્રોકથી મૃત્યુ થયું હોય. આ પહેલા પણ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ અને સિંગર કેકેનું પણ અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ સાથે જ હાલ જોવા મળ્યું છે કે હાર્ટ એટેકના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે પણ તેની પાછળનું કારણ શું છે? 

આ પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી પણ હાલ લોકોમાં ઘણી એવી આદતો છે જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે. એટલે કે જો હૃદય સ્વસ્થ હોય તો શરીર સ્વસ્થ રહે છે અને જો હૃદયની તંદુરસ્તી સારી ન હોય તો વ્યક્તિ પર જીવનું જોખમ મંડરાઈ શકે છે. 

હાર્ટ એટેકના કારણો 

હાઇ બ્લડપ્રેશર 
હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ હાર્ટ એટેકનું જોખમ વધારે છે. જણાવી દઈએ કે હાઈ બ્લડ પ્રેશર રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે અને આના કારણે ધમનીઓની લચકતા ઓછી થવા લાગે છે. એટલે કે લોહીના પ્રવાહમાં વધારો થવાથી ઓક્સિજન અને લોહી હૃદય સુધી ઝડપથી પહોંચે છે જેના કારણે અચાનક હાર્ટ એટેક આવી શકે છે. 

હાઇ કોલેસ્ટ્રોલ 
શરીરમાં સારું કોલેસ્ટ્રોલ પણ હોય છે અને ખરાબ કોલેસ્ટ્રોલ એ હોય છે. ખરાબ કોલેસ્ટ્રોલ (Bad Cholesterol) એક ફેટી પદાર્થ છે જે ધમનીઓમાં જમા થવા લાગે છે જેના કારણે લોહીનો પ્રવાહ અવરોધાય છે. એ કારણે શરીરના ઘણા ભાગોમાં લોહી યોગ્ય રીતે પહોંચતું નથી. હાઈ કોલેસ્ટ્રોલ લોહીને યોગ્ય રીતે હૃદય સુધી પહોંચવા દેતું નથી, જેના કારણે અચાનક હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે. 

ધૂમ્રપાન 
દૈનિક ધોરણે વધુ પડતું ધૂમ્રપાન હૃદયના સ્વાસ્થ્યને સીધી અસર કરે છે. જણાવી દઈએ કે ધૂમ્રપાનથી ધમનીઓમાં લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે જે ધમનીઓને અવરોધિત કરી શકે છે અને અચાનક હાર્ટ એટેકનું કારણ બને છે. 

ચરબી 
સ્થૂળતા પણ હાર્ટ એટેકના જોખમી પરિબળોમાંથી એક છે. જણાવી દઈએ કે તેનાથી ધમનીઓ બ્લોક થઈ શકે છે અને હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Heart attack Satish Kaushik passes away સતીશ કૌશિક હાર્ટ એટેકનો બનાવ heart attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ