ટ્રાવેલ / ભારતનું સ્વર્ગ : જ્યાં તણખલું પણ ન હતું ત્યાં નવા છોડ ઊગવા લાગ્યા

satellite reveals more plants are growing around Everest

હિમાલયની ગિરિમાળા વિના ભારતની ઓળખ અધૂરી છે. હિમાલયનાં અનેક ઊંચાં શિખરો બારેમાસ બરફથી છવાયેલાં રહે છે. જોકે તાજેતરમાં થયેલા એક સંશોધન મુજબ એવરેસ્ટ ક્ષેત્ર સહિત સમગ્ર હિમાલયની ઉંચાઇવાળા સ્થળોએ નવા છોડ ઊગવાનું શરૂ થયું છે. જયાં પહેલાં તેનું નામોનિશાન હતું નહીં. સંશોધનકારોએ હિમાલયમાં થયેલા ફેરફારને જાણવા ૧૯૯૩થી ૨૦૧૮ દરમિયાનના સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કર્યો હતો. આ સંશોધનનાં પરિણામો ગ્લોબલ ચેન્જ બાયોલોજી જર્નલમાં પ્રકાશિત થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ