બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:45 PM, 27 May 2024
સનાતન ધર્મની માન્યતા અનુસાર શનિ દેવની પૂજા કરવાથી જીવનમાં શુભ પરિણામ મળે છે અને દુઃખ દર્દ દૂર થાય છે. અને એમાં પણ જો શનિ જયંતીના રોજ શનિ પૂજા કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. નોકરી ધંધામાં સફળતા મળે છે. ભાગ્યના દરવાજા પણ ખુલી જાય છે. શનિ દેવને ન્યાયના દેવતા પણ કહેવાય છે.
ADVERTISEMENT
6 જૂન ગુરુવારના રોજ છે શનિ જયંતિ
આ વખતે શનિ જયંતી 6 જૂન ગુરુવારના રોજ છે. શનિ જયંતીના રોજ વ્રતનો પણ મહિમા છે. આ શનિ જયંતીએ કૃષ્ણ પક્ષની અમાસ તિથિ છે, તેના કારણે સર્વાર્થ યોગ બને છે. એક જ દિવસે શનિ જયંતી, વટ સાવિત્રી અને જેષ્ટ અમાસ હોવાથી આ દિવસ તમામ જાતકો માટે લાભકારક સાબીત થઈ શકે છે.
ADVERTISEMENT
આ રીતે કરો શનિદેવને પ્રસન્ન
શનિદેવને પ્રસન્ન કરવા આ દિવસે તમારે નિયમ મુજબ પૂજા કરવી જોઈએ. જેમાં સ્નાન કરીને જ આરતી કરવી જોઈએ. જેમાં તમારે આ દિવસે સરસવના તેલનો દીવો જરૂરથી કરવો જોઈએ. આ દિવસે જો તમે હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરો છો તો તમારા પર વિશેષ કૃપા થશે. જો તમે શ્રદ્ધાપૂર્વક વ્રત રાખો છો તો મનોવાંછિત લાભ મળે છે.
આ પણ વાંચોઃ હનુમાન ચાલીસાની દરેક પંક્તિઓ છે ચમત્કારિક, નિયમિત પાઠ અપાવશે સફળતા
કાળા કલરની વસ્તુનું દાન
જ્યોતિષાચાર્યો અનુસાર શનિ જયંતીના રોજ તમે પ્રસાદમાં ગમે તે વસ્તુ ચઢાવી શકો છો. આ દિવસે તમે કાળા કલરની કોઈ વસ્તુનું દાન કરો છો તો શનિદેવ તમારા પર પ્રસન્ન થાય છે. આ દિવસે માંસ, મદિરા જેવી તામસિક વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૂર્યગ્રહણ 2025 / માર્ચમાં આ દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.