બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / sarva pitru amavasya 2022 time and date shubh muhurat know what to do and what not on amavasya
Premal
Last Updated: 07:19 PM, 12 September 2022
ADVERTISEMENT
ક્યારે છે સર્વપિતૃ અમાસ
પિતૃ પક્ષની શરૂઆત 10 સપ્ટેબરથી થઇ છે. 16 દિવસ સુધી ચાલતા પિતૃ પક્ષનુ સમાપન 25 સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે થશે. આ અમાસને મહાલય અમાવસ્યાના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે પિતૃઓને પિંડદાન, તર્પણ અને દાન વગેરેનો છેલ્લો દિવસ હોય છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે પિતૃઓને વિદાય આપવા, વિશેષ પૂજા-પાઠ અને નિયમોનુ પાલન કરવાથી પિતૃઓને પ્રસન્ન થઇ પોતાના લોક જાય છે અને વંશજોને ખૂબ આશીર્વાદ આપે છે. જાણો સર્વપિતૃ અમાસનુ શુભ મુહૂર્ત, મહત્વ અને આ દિવસે શું કરવુ જોઈએ અને શું ના કરવુ જોઈએ.
ADVERTISEMENT
સર્વપિતૃ અમાસ 2022 તિથિ મુહૂર્ત
હિન્દુ પંચાગ મુજબ આ વખતે સર્વપિતૃ અમાસ 25 સપ્ટેમ્બર 2022ના દિવસે આવી રહી છે. તિથિનો આરંભ સવારે 3 વાગ્યાથી 11 મિનિટથી લઇને 26 સપ્ટેમ્બર 2022 સોમવારે સવારે 3 વાગ્યેને 22 મિનિટ સુધી છે. એવામાં 25 સપ્ટેમ્બરે પિતૃઓને વિદાય આપવામાં આવશે.
સર્વપિતૃ અમાસના દિવસે શું કરશો અને શું નહીં
આસો મહિનાની અમાસ પિતૃ પક્ષનો અંતિમ દિવસ હોય છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે પિતૃઓને વિદાય આપવામાં આવે છે. તેથી સર્વપિતૃ અમાસના નામથી પણ જાણવામાં આવે છે. આ દિવસે તર્પણ કરવુ આવશ્યક માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે ઘર આવેલા કોઈ ગરીબ અથવા જરૂરીયાતમંદને ખાલી હાથે મોકલવા ના જોઈએ. તેને અમુક પૈસા, અન્ન, વસ્ત્ર વગેરેનુ દાન અવશ્ય કરવુ જોઈએ.
આ ભૂલથી પણ ના કરતા
પિતૃ પક્ષના છેલ્લાં દિવસે માંસ-મદિરાનુ સેવન ભૂલથી પણ ના કરવુ જોઈએ. આમ કરવાથી પિતૃ દોષનો સામનો કરવો પડી શકે છે. સર્વપિતૃ અમાસના દિવસે અજાણતા થયેલી ભૂલ માટે ભગવાન પાસે ક્ષમા માંગી લો અને એવુ કોઈ કાર્ય ના કરશો જેનાથી પિતૃઓ નારાજ થાય. માન્યતા છે કે પિતૃઓને પ્રસન્ન કરીને વિદાય આપવી જોઈએ. કારણકે જતી વખતે ઘણા આશીર્વાદ વંશજોને આપીને જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.