સોશિયલ મીડિયા / સરોજ ખાને છેલ્લી વખત સુશાંત માટે લખી હતી આ વાત, વાંચીને તમે ભાવુક થઈ જશો

Saroj Khan Wrote Heart Touching Message For Sushant Singh Rajput In Her Last Instagram Post

સુશાંત સિંહ રાજપૂતના નિધનના આઘાતમાંથી હજી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી બહાર નથી આવી ત્યાં તો બોલિવૂડને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું 71 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતા સરોજ ખાન 17 જૂનથી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારે સરોજ ખાને 14 જૂને સુશાંત માટે છેલ્લી વખત ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખી હતી. સુશાંતની આત્મહત્યાથી તેઓ ખૂબ જ દુઃખી હતા અને હવે તેમની આ ઈમોશનલ પોસ્ટ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ