બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / saroj khan fight with salman during andaz apna apna choreographer said roti allah deta hai tu nahi

મનોરંજન / 'રોટી અલ્લાહ દેતા હૈ, તુ નહીં...', જ્યારે સરોજ ખાને સલમાન વિરૂદ્ધ લીધો હતો પંગો, બાદમાં પરિસ્થિતિ ખરાબ થતા..

Manisha Jogi

Last Updated: 10:47 AM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરોજ ખાન બોલીવુડના ‘મધર ઓફ કોરિયોગ્રાફી ઈન ઈન્ડિયા’ તરીકે ઓળખાતા હતા. સરોજ ખાનને કોઈ વ્યક્તિની ખરાબ બાબત પસંદ ના આવે તો મોઢા પર કહી દેતા હતા.

  • સરોજ ખાન અને સલમાન ખાન વચ્ચે થયો વિવાદ
  • કોરિયોગ્રાફી બાબતે સલમાન આપ્યો જડબાતોડ જવાબ
  • કહ્યું ‘રોટલો અલ્લાહ આપે છે, તું નહીં....’

સરોજ ખાને વર્ષ 2020માં દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત અનેક લોકોને દુખ થયું હતું. સરોજ ખાન બોલીવુડના ‘મધર ઓફ કોરિયોગ્રાફી ઈન ઈન્ડિયા’ તરીકે ઓળખાતા હતા. સરોજ ખાનને કોઈ વ્યક્તિની ખરાબ બાબત પસંદ ના આવે તો મોઢા પર કહી દેતા હતા. ભલે સામે સુપરસ્ટાર હોય તો પણ બોલી દેતા હતા. 

તેમનો આવો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સરોજ ખાન બોલીવુડના દબંગ સલમાન સાથે વિવાદ બાબતે વાત કરી રહી છે. આ કિસ્સો ઘણા સમય પહેલાનો છે. આ સમગ્ર વિવાદ ફિલ્મ ‘અંદાજ અપના અપના’ સાથે જોડાયેલ છે. આ ફિલ્મ પછી સરોજ ખાન અને સલમાન ખાને ક્યારેય પણ સાથે કામ કર્યું નથી. 

શું હતો સમગ્ર મામલો?
સરોજ ખાને સલમાન ખાન સાથે ફિલ્મ ‘અંદાજ અપના અપના’ પછી સાથે કામ ના કરવાનું કારણ જણાવ્યું હતું. 2 મિનિટના આ વિડીયોમાં સરોજ ખાન જણાવે છે ‘સલમાન ખાન મારી પાસે આવ્યો અને મને ગાળ આપતા કહ્યું હતું કે, હું ટોપ એક્ટર બની જઈશ, પછી તારી સાથે કામ નહીં કરું.’  સરોજ ખાન ફિલ્મ ‘અંદાજ અપના અપના’માં કોરિયોગ્રાફર હતા અને સલમાન ખાનને લાગી રહ્યું હતું કે, ગીતના શુટીંગ દરમિયાન સરોજ ખાન આમિર ખાનને સ્ટારવાળા મહત્ત્વના સ્ટેપ્સ આપી રહી છે અને તેમના ગળામાં માત્ર ઢોલ લટકાવ્યો હતો. જેથી સલમાન ખાન સરોજ ખાનથી નારાજ હતા. 

સરોજ ખાનનું નિવેદન?
સરોજ ખાન જણાવે છે ‘મેં સલમાન ખાનને કહી દીધું હતું કે, ડાયરેક્ટરે મને જે પ્રકારે કરવાનું કહ્યું છે, તે પ્રકારે કરું છું. તમને ખોટું લાગે તો મને માફ કરજો. તમે મારી સાથે કામ ના કરો તો વાંધો નથી, રોટલો અલ્લાહ આપે છે, તુ નહીં.’ સલમાન ખાનને સરોજ ખાનની આ વાત પસંદ આવી નહોતી અને ત્યાર પછી સલમાન ખાન સાથે કામ કર્યું નહીં. જ્યારથી સરોજ ખાનને કોઈ ફિલ્મમાં કામ નહોતું મળતું, તે સમયે સલમાને જ સરોજ ખાનની મદદ કરી હતી. આ અંગે સરોજ ખાને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Salman khan andaz apna apna saroj khan saroj khan choreographer saroj khan fight with salman અંદાજ અપના અપના સરોજ ખાન સરોજ ખાન કોરિયોગ્રાફી સલમાન ખાન સલમાન ખાન સરોજ ખાન વિવાદ entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ