બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 12 પાસ હોય તો સરકારી નોકરી માટે સુવર્ણ તક, રેલવેમાં પડી 1036 જગ્યાઓ માટે ભરતી, અરજીની તારીખ લંબાવાઇ

રેલવે જોબ / 12 પાસ હોય તો સરકારી નોકરી માટે સુવર્ણ તક, રેલવેમાં પડી 1036 જગ્યાઓ માટે ભરતી, અરજીની તારીખ લંબાવાઇ

Last Updated: 03:19 PM, 18 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલ્વે ભરતી બોર્ડ દ્વારા 1036 પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, જેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે.

ભારતીય રેલવેમાં નોકરી કરવા ઇચ્છતા લોકો માટે ખુશ ખબર છે. હકીકતમાં રેલવે એ 1036 પોસ્ટ માટે ભરતી બહાર પાડી હતી, જેમાં રજીસ્ટ્રેશનની લાસ્ટ ડેટને લંબાવવામાં આવી છે. રેલવેના નવા અપડેટ બાદ હવે અભ્યાર્થી 21 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકે છે. ત્યારે લાસ્ટ પેમેન્ટ ડેટમાં પણ બદલાવ કરવાં આવ્યા છે. રેલ્વેમાં PGT, TGT, મુખ્ય કાયદા અધિકારી, સરકારી વકીલ, જુનિયર હિન્દી અનુવાદક, ગ્રંથપાલ અને પ્રાથમિક રેલ્વે શિક્ષકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ સંબંધિત નવીનતમ અપડેટ અહીં જુઓ.

JOB-VTV-FINAL

જરૂરી તારીખો

કુલ વેકેન્સી: 1036

અરજી શરૂ થઈ: 07/01/2025

અરજી કરવાની છેલ્લી તારીખ: 21/02/2025

ફી ભરવાની છેલ્લી તારીખ: 22/02/2025

અરજી સુધારા માટેની છેલ્લી તારીખ: 24 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2025 સુધી

શૈક્ષણિક લાયકાત - નોટિફિકેશન અનુસાર, અનુસ્નાતક, સ્નાતક અને 12મું પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. કેટલાક પદો માટે ખાસ ડિપ્લોમા અથવા ડિગ્રીની જરૂર પડી શકે છે.

વય મર્યાદા - અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી છે. જ્યારે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ ઉંમર 48 વર્ષ નક્કી કરવામાં આવી છે.

અરજી માટે ફી

અરજી માટેની ફી જનરલ, ઓબીસી અને ઇડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા . જ્યારે SC, ST, PWD, મહિલાઓ અને ભૂતપૂર્વ સૈનિકોએ 250 રૂપિયા રહેશે.

પસંદગી પ્રક્રિયા

લેખિત પરીક્ષા

ફિઝિકલ ટેસ્ટ

ડોકયુમેન્ટ વેરિફિકેશન

મેડિકલ ટેસ્ટ

પરીક્ષા પેટર્ન 2025 - CBT પરીક્ષા 90 મિનિટની હશે, જેમાં કુલ 100 બહુવિકલ્પીય પ્રશ્નો હશે. આમાં, વ્યાવસાયિક ક્ષમતા, સામાન્ય જાગૃતિ, સામાન્ય બુદ્ધિ અને તર્ક, ગણિત અને સામાન્ય વિજ્ઞાન સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક ખોટા જવાબ માટે 1/3 માર્ક્સ કપાઈ જશે.

વધુ વાંચો:હવેથી ગેમર્સને જરૂરી સ્કીલ્સ શીખવામાં મળશે મદદ, BGMIમાં નવો WOW Mode કરાયો રોલ આઉટ

અરજી પ્રક્રિયા

સૌથી પહેલા અધિકૃત વેબસાઇટ rrbcdg.gov.in પર જાઓ.

ત્યારબાદ RRB Railway Recruitment 2025 લિંક પર ક્લિક કરો.

પછી શૈક્ષણિક લાયકાત અને ઉંમર અનુસાર પોસ્ટ પસંદ કરો.

ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

ત્યારબાદ અરજી ફી જમા કરાવો.

હવે અરજી ફોર્મ સબમિટ કરો.

આ પછી અરજી ફોર્મ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RRB Recruitment 2025 government job Railway Jobs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ