બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ફેન્સની આતુરતાનો અંત! આવી ગયું અક્ષયની સરફિરા ફિલ્મનું દમદાર ટ્રેલર, કહાની હ્રદયને સ્પર્શી જશે

Sarfira Trailer / ફેન્સની આતુરતાનો અંત! આવી ગયું અક્ષયની સરફિરા ફિલ્મનું દમદાર ટ્રેલર, કહાની હ્રદયને સ્પર્શી જશે

Last Updated: 03:16 PM, 18 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sarfira Trailer: અક્ષયની આ ફિલ્મ, નેશનલ એવોર્ડ જીતી ચુકેલી તમિલ ફિલ્મ 'સોરારઈ પોટરૂ'ની ઓફિશ્યલ રિમેક છે. 'સરફિરા'ને સુધા કોંગરાએ ડાયરેક્ટ કરી છે. જેમણે ઓરિજનલ તમિલ ફિલ્મ ડાયરેક્ટ કરી હતી.

અક્ષય કુમારની નવી ફિલ્મ 'સરફિરા'નું ટ્રેલર આવી ચુક્યું છે અને તેની સ્ટોરીમાં ઈમોશન અને ડ્રામાનું લેવલ ખૂબ જ સોલિડ છે. અક્ષયની આ ફિલ્મ, નેશનલ એવોર્ડ જીતી ચુકેલી તમિલ ફિલ્મ 'સોરારઈ પોટરૂ'ની ઓફિશ્યલ રિમેક છે. 'સરફિરા'ને સુધા કોંગરાએ ડાયરેક્ટ કરી છે. જેમણે ઓરિજનલ તમિલ ફિલ્મ ડાયરેક્ટ કરી હતી.

જબરદસ્ત છે સ્ટોરી

આ સ્ટોરી કેપ્ટન જી.આર.ગોપીનાથની લાઈફથી ઈન્સ્પાયર છે જે એર ડેક્કન એરલાઈન્સના ફાઉન્ડર છે. એક લો કોસ્ટ એરલાઈન શરૂ કરવાની સાથે શરૂ થયેલો આ સફર કેવી રીતે સ્ટ્રગલ સાથે લઈને આવે છે ફિલ્મમાં તેની સ્ટોરી જણાવવામાં આવી છે.

ટ્રેલરની શરૂઆતમાં જ અક્ષયના પાત્રનું ઈન્ટ્રોડક્શન મળે છે. તે વીર મ્હાત્રેનું પાત્ર નિભાવી રહ્યા છે જે ગળા સુધી દેવામાં ડૂબેલા છે. પરંતુ તેમની પાસે એક આઈડિયા છે તે ઈચ્છે છે કે ખિસ્સામાં એક રૂપિયો ધરાવનાર સામાન્ય માણસ પણ ફ્લાઈટમાં બેસી શકે.

વીર મ્હાત્રે પોતાના આ આઈડિયાને લઈને ભટકતા રહે છે અને એક સીન ઈશારો કરે છે કે તે ભારતના રાષ્ટ્રપતિ સુધી પહોંચી જાય છે. ટ્રેલરમાં એક એક્ટર પૂર્વ રાષ્ટ્રપતિ, સ્વર્ગીય અબ્દુલ કલામ આઝાદ જેવા લુકમાં છે. તેમની મુલાકાત ઓફિશિયલ પરેશ સાથે થાય છે જે નથી ઈચ્છતા કે પબ્લિક ટોયલેટ સાફ કરનાર બાજુમાં આવીને બેસે.

વધુ વાંચો: Reels બનાવવાના ચક્કરમાં યુવતી બ્રેક મારવાનું જ ભૂલી ગઇ, કાર સીધી ખીણમાં ખાબકી, જુઓ Video

દમદાર છે ડાયલોગ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક

સરફિરાના ટ્રેલરમાં ડાયલોગ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક દમદાર જોવા મળી રહ્યું છે અને સ્ટોરીમાં ઈમોશન્સ ખૂબ જ મજબૂત છે. ટ્રેલરમાં ઓરિજિનલ ફિલ્મ સોરારઈ પોટરૂના સ્ટાર સૂર્યાનો કેમિયો પણ છે જે સિનેમા ફેન્સને ખૂબ જ એક્સાઈટેડ કરી દેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Sarfira Trailer Soorarai Pottru Remake Akshay Kumar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ