રાજ્યમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. હાલ ડેમમાં પાણીની સપાટી 136.17 મીટર થઈ છે. નર્મદા ડેમ ઉપર લગાવાયેલા દરવાજા બાદ નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 136.17 મીટરે પહોંચી છે. નર્મદા ડેમના 12 દરવાજા ખોલાયા છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 4 લાખ 40 હજાર 289 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે..જ્યારે 3 લાખ 20 હજાર 819 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. નર્મદા ડેમના દરવાજા ખોલાયા ત્યારથી નર્મદા ડેમ પર રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે 6 યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે.છેલ્લા 24 કલાક દરમિયાન 4 હજાર 580 મેગાવોટનું વિજ ઉત્પાદન થયું છે..