સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વિક્રમજનક સ્તરે પહોંચી છે. સરદાર સરોવરની જળ સપાટી 136.21 મીટરને પાર કરી ગઈ છે. મહત્વનું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, નર્મદા ડેમ 138 મીટર ભરવાનો છે. ત્યારે નર્મદા નિગમના ચીફ ઈજેનર પી.સી. વ્યાસે કહ્યું છે કે, 30 સપ્ટેમ્બર સુધીમાં ડેમ 138 મીટર ભરાશે.
સરદાર સરોવર નર્મદા ડેમની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ ચોમાસાની મોસમમાં 8 સપ્ટેમ્બર રોજ નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 136.21 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ છે. આટલા વર્ષોમાં પ્રથમવાર નર્મદા ડેમ 136.21 મીટરની સપાટી પાર કરતા ગુજરાત માટે એક સારા સમાચાર છે.
રાજ્યમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. હાલ ડેમમાં પાણીની સપાટી 136.21 મીટર થઈ છે. નર્મદા ડેમ ઉપર લગાવાયેલા દરવાજા બાદ નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 136.21 મીટરે પહોંચી છે. નર્મદા ડેમના 12 દરવાજા ખોલાયા છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 4 લાખ 40 હજાર 289 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 2 લાખ 15 હજાર 897 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.
4 હજાર 710 મેગાવોટ વિજ ઉત્પાદન કરવામાં આવશે
નર્મદા ડેમના દરવાજા ખોલાયા ત્યારથી નર્મદા ડેમ પર રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે 6 યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે. હેડ પાવર હાઉસ દ્વારા 4 હજાર 710 મેગાવોટ વિજ ઉત્પાદન કરવામાં આવશે. ત્યારે ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 4,40,289 ક્યુસેક પાણીના ઇનફલો સામે 3,20,819 ક્યુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો. નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે 6 યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા 25.208 મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ 50 મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં 24 કલાક દરમિયાન 4580 મેગાવોટનું વિજ ઉત્પાદન થઈ રહ્યું છે.
નર્મદા નિગમના ચીફ ઈજેનર પી.સી. વ્યાસે જણાવ્યું હતું કે હાલ ડેમ ની 136.17 મીટર સપાટી જે આટલા વર્ષો માં ઐતિહાસિક સપાટી છે અને સરકાર દ્વારા પણ જે 138.68 મીટર જે ડેમની મહત્તમ સપાટી છે તે 30 સપ્ટેમ્બર સુધીમાં ડેમ ભરવામાં આવશે. આવનારા સમયમાં ગુજરાતને ચોક્કસ ફાયદો થશે. પાણી ધીરે ધીરે ભરવામાં આવશે.