મધ્યપ્રદેશમાં થયેલા ભારે વરસાદ અને ઈન્દિરા તેમજ ઓમકારેશ્વર ડેમમાંથીમ છોડવામાં આવેલા પાણીના કારણે નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેની વચ્ચે નર્મદા ડેમને પૂર્ણકક્ષા સુધી ભરવાની મંજૂરી મળી ગઇ છે. જેને લઇને સપ્ટેમ્બરમાં નર્મદા ડેમ પૂર્ણકક્ષાએ 138 મીટર સુધી ભરવામાં આવશે.
આજથી નર્મદા ડેમની સપાટી વધારવા માટે મંજૂરી
નર્મદા ડેમ પૂર્ણકક્ષા સુધી ભરવાની મળી મંજૂરી
સપ્ટેમ્બરમાં પૂર્ણકક્ષાએ 138 મીટર સુધી ભરાશે
રાજ્યની જીવા દોરી સમાન ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમને પૂર્ણકક્ષા સુધી ભરવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ગઇકાલ સુધી 132 મીટર સુધી ડેમ ભરવાની મંજૂરી ગઇકાલે પૂર્ણ થઇ હતી. જો કે આગામી સપ્ટેમ્બરમાં નર્મદા ડેમ પૂર્ણકક્ષાએ એટલે 138 મીટર સુધી ભરાશે.
હાલમાં નર્મદા ડેમમાંથી 11.58 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી વધુ પાણી છોડતા નર્મદા નદીની જળસપાટી 34.77 ફૂટે પહોંચી છે. નર્મદા નદી ભયજનક સપાટીથી 10 ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે નદી કિનારાના વિસ્તારોમાં પણ નદીના પાણી ફરી વળ્યા છે.
હાલ ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં સરદાર સરોવર ડેમની સપાટી 133.05 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાં 11.58 લાખ ક્યૂસેક પાણીની આવક જોવા મળી રહી છે. જેને લઇને ડેમના 23 દરવાજા ખોલીને પાણી છોડાયું છે. જેમાં ડેમમાંથી 11.28 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.