બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / અમદાવાદના શારદાબેનની સેવાની સરવાણી, નિરાધરોને રોટલો-ઓટલો આપી રહ્યાં છે, સાચા 'દેવદૂત'
Nidhi Panchal
Last Updated: 06:18 PM, 15 August 2024
'રોટી કપડા ઓર મકાન' અમિતાભ બચ્ચન અને રિશી કપૂરની ફિલ્મ તો બધાએ જોઇ હશે સાથે આપણે કહેતા પણ હોય છે કે' જીવનમાં માથે છત અને પેટનો ખાડો પૂરવાનું મળી રહે એટલે પત્યું પરંતુ કેટલાક એવા પણ લોકો છે જે હંમેશા બીજાનું ભલું કરવા માટે આવેલા હોય છે અને તેમનું કામ પરસેવા કરીને વંચિતોના વાણોતર બનવાનું હોય છે. અમદાવાદમાં આવા સેવાભાવી જીવ વસે છે, નામ છે શારદાબેન, જેઓ ઘરવિહોણા લોકો માટે દેવદૂત બન્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એક ખાસ ઈન્ટરવ્યુમાં બોલતાં 'દેવદૂત' બનેલા શારદાબેની દિલેરી વિશે વાત કરતાં વંચિત બહેન ડિંપલબેને કહ્યું કે તેમનું આમ તો રહેવાનું સુરેન્દ્રનગરમાં છે તેમના લગ્ન ત્યાં જ થયા હતા પણ કહેવાય છે ને દરેક ના નસીબ સરખા નથી હોતા. એટલે થોડા સમય બાદ મારા પતિને દારૂની લત લાગી ગઇ હતી. અને પછી દારુ પીને ઘરમાં ઝગડા શરૂ કર્યા હતા અને તે સમય પર મારો નાનો બાબો પણ નાનો હતો. દિવસો જતા એમ મારા પતિની દારુની લત વધીતી જતી અને ઝગડા વધી ગયા હતા . અને એટલો બધો ત્રાસ કે એમ થતું કે જીવું કરતા મરી જઉ સારુ છે. પણ મારા છોકરા માટે જીવું પડે એમ છે એટલે એક દિવસ હિમ્મત કરીને ઘરમાં થી નિકળી ગઇ અને રસ્તામાં ધક્કા ખાતા અહિંયા અમદાવાદમાં આવી ગઇ અહિંયા આવ્યા બાદ રસ્તામાં મને એક બોર્ડ દેખાયું જેમાં લખ્યું હતું કે ઘર વિહોણા લોકો માટે આવાસ એ વાંચીને અંદર ગઇ તો એક બહેન મળ્યા તેમણે તેમની ઓળખ આપી કે શારદા બહેન પછી મારી આખી વાત સાંભળી અને મારી તકલીફને પોતાની તકલીફ સમજીને મને કહ્યું કે ચિંતા ના કર અહિંયા તને રોજગારી અને રહેવા માટે ઘર પણ મળશે ત્યાર બાદ મેં તેમની સલાહ મૂજબ મારા છોકરાને સરકારી છાત્ર વિદ્યાલયમાં મુક્યો અને હું અહિંયા તેમની સાથે આવાસમાં રહ્યું છું અને નાની મોટી રોજગારી એટલે કે કિચેન અને નાના બાળકોની રમવાની વસ્તુ રસ્તા પર વેચી રહી છું. જો શારદા બહેન ના હોત તો આ રીતે હું ક્યારે ના બની શકી હોત.
રોહિતકુમાર સુદામાં મારુ નામ છે આમ તો હું છેલ્લા 10 વર્ષથી ઘર વગર છું કારણે કે જે છોકરોને મોટા કર્યા તે જ છોકરો એ મોટા થઇને મને ઘર વગરનો બનાવી દીધો વદ્ધા આશ્રમમાં પણ જવાની ફીસ હતી નહીં એટલે હું રસ્તા પર અને મંદિરોમાં લંગરોમાં જમી લેતો . કારણ કે હવે ઉમર થઇ ગય મન નહિં પણ શરીર સાથે નથી આપતું એટલે કોઇ નાનું મોટું કામ આપે તો કરી શકું એમ છું પણ એક દિવસ રસ્તામાં હતો અને શોરદા બહેન મળ્યા તેમણે આખી વાત સાંભળીને એમણે તરત જ મને તેમના આવસ વિશે કિધું અને મને ત્યાં લઇ ગયા એ દિવસથી લઇને આજે મને 7 વર્ષ થઇ ગયા છે. માન સમાન સાથે રોટલો અને ઘર આનાથી વધારે શું જોઇએ માણસને બસ હું શારદાબહેનનો આભારી છું અને આ તો મારા માટે દેવતા સમાન છે જેમણે મને એક નવો પરિવાર આપ્યો છે. આ વાત સાંભળીને શારદાબહેન સાથે વાતચીતમાં તે પહેલા જ બોલે છે કે હું પોતે આ બધાની જ તકલીફ સમજી શકું છું કારણ કે હું પોતે પણ એક ગરબી ઘરમાંથી પોતાના પગ પર ઉભી થઇ છું. તેમની શરૂઆતની વાત કરતા જણાવે છે કે આપણા કોરપોરેશનમાં UCD અર્બન કોમ્યુનિટી ડિપાર્ટમેન્ટ જે અસાહ બહેનો , વિધવા બહેનો અને ગરબી ઘરની બહેનોને મદદ કરીને રોજગારી પુરી પાડવાનું કામ કરે છે સાથે ત્યાં સિવણ ક્લાસીસ પણ ચાલે છે એટલે સિવણ ક્લાસિસમાં સિવણનું શિખવા ગયા હતા ત્યાર બાદ એક SNG ગ્રુપ બનાવામાં આવ્યું જેમાં શારદા બહેનને પ્રમુખ બનાવામાં આવ્યા અને તેમની સાથે 10 થી 12 બહેનો પણ જોડાયલી છે. શારદા બહેનના કહેવા અનુસાર એ ગ્રુપ જે બહેનો ગરીબ ઘરની છે સાથે જે બહેનોને કામ કરવાની ઇચ્છા ધરાવે છે પણ તેમની પાસે વ્યવસાય શરૂ કરવા મૂડી રકમ નથી હોતી તેવી બહેનને આ ગ્રુપ ની મદદથી 1 થી 2 ટકા વ્યાજ પર પૈસા આપવામાં આવે છે. સાથે આ ગ્રુપ માં બચત ખાતું પણ ચાલી રહ્યું છે જેમાં બહેનો પોતાના કમાણી ના પૈસા ને બચત કરી શકે છે. અને જ્યારે જરૂર પડે ત્યારે તે બહેનનો તેમની બચતનો વપરાશ કરી શકે.
વધુ વાંચો : 12 કલાકના 40 રૂપિયાની કાળી મજૂરીથી શરૂઆત અને આજે સોશિયલ મીડિયા સ્ટાર છે આ ગુજરાતી સિંગર
અમદાવાદમાં એવા કેટલા લોકો છે જેમની પાસે રહેવા માટે ઘર નથી અને બે ટાઇમ નું ભોજન પણ નથી મળતું તો તેવા લોકો માટે સરકાર દ્વારા 'ઘરવિહોણા માટે આશ્રયગૃહ' બનાવામાં આવે છે તો તે માટે સરકાર એક જગ્યા ફાળવે છે જ્યાં રહેવાની સુવિધા આપતા હોય છે. શારદા બહેન પણ આ યોજનાનો લાભ લીધો અને તેમણે અમદાવાદના દધીચ બ્રિજ નીચે સરકાર તરફથી જગ્યા આપવામાં આવી અને 50 હજાર રિવોલ્યુશન ચાર્જ પણ આપવામાં આવ્યું ત્યાર બાદથી શારદાબહેન અને તેમની ટીમ આ ચલાવી રહ્યા છે અને રસ્તા પર ઘર વિહોણા લોકો દેખાય તો તેમને પણ અહિંયા લાવે છે. જેમને અહિંયા જ રહેવું હોય તે લોકો માટે પણ આ ઘરના દરવાજા ખુલ્લા છે. અહિંયા અત્યારે 40 થી 50 લોકો રહે છે.જો કે શારદા બહેન ના કહેવા અનુસાર સરકાર તરફથી એક ટાઇમ નું ભોજન પણ આવે છે અને બીજા ટાઇમ નું ભોજન અમારી ટીમ મેનેજ કરી લે છે. સાથે જે મહિલો અહિંયા રહે છે તે મહિલોને રોજગારી જોઇએ તો એ પણ શારદા બહેન આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.