ફિલ્મ 'કેદારનાથ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી ચૂકેલી સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન સુંદરતાને કારણે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. તે તેના ફેન્સ સાથે કનેક્ટેડ રહેવા અવાર-નવાર સોશિયલ મીડિયા પર તેના ફોટોઝ અને વીડિયો શેર કરતી હોય છે. તે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં જ સારા અલી ખાને એક એવો વીડિયો શેર કર્યો છે જેને જોઈને ફેન્સ ચોંકી ગયા છે અને તેને પૂછી રહ્યાં છે કે આ વીડિયોમાં ખરેખર તૂ જ છું ને?
એક્ટ્રેસ સારા અલી ખાનનો આ વીડિયો ઘણો જ જૂનો છે. આ વીડિયોમાં સારાંને જોઈને બધાં શોક્ડ થઈ ગયા છે. વીડિયોમાં તે ખૂબ જ જાડી દેખાઈ રહી છે. તેણે ચશ્મા પહેર્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં સારાના મિત્રો સૂઈ રહ્યાં છે અને તે તેલ માલિશ ગીત પર ક્યૂટ એક્પ્રેશન આપતાં જોવા મળી રહી છે. આ વીડિયો શેર કરતાં સારાએ લખ્યું, Presenting Sara ka Sara Sara
Let’s make ‘light’ of what it was... Let’s also make it lighter than what it was. સારાના આ વીડિયો પર ફેન્સ અઢળક કમેન્ટ્સ કરી રહ્યાં છે.
વર્કફ્રંટની વાત કરીએ તો સારા હાલ લવ આજ કલ 2ના પ્રમોશનમાં બિઝી છે. આ ફિલ્મમાં તે કાર્તિક આયર્ન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મ લવ આજ કલની સીક્વલ છે.