બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / sara ali khan is singing songs clicking selfies in exchange for money on street watch video

ના હોય! / VIDEO: રસ્તા પર લોકો પાસે પૈસા માંગતી જોવા મળી સારા અલી ખાન, કોઈએ 100 તો કોઈએ કરી 500ની મદદ

Arohi

Last Updated: 05:00 PM, 7 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સારા અલી ખાને પૈસા કમાવા માટે ગાયું 'યે કાલી કાલી આંખે'  જુઓ વીડિયો

  • સારા અલી ખાન રસ્તા પર ગાઈ રહી છે ગીત 
  • રસ્તે આવતા જતા લોકો પાસે માંગ્યા પૈસા 
  • જાણો શું છે તેના પાછળનું કારણ 

બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાન રસ્તાઓ પર ગીત ગાતા જોવા મળી છે. લોકોને ઓટોગ્રાફ્સ આપી રહી છે અને તેમની સાથે સેલ્ફી લઈ રહી છે. પરંતુ આ બધું તે ફ્રીમાં નથી કરી રહી. તેના માટે તે પૈસા ચાર્જ કરી રહી છે. તમે વિચારી રહ્યા હશો કે આટલા મોટા ખાનદાનની છોકરી, ફેમસ એક્ટ્રેસ થોડા રૂપિયા માટે આવું શા માટે કરી રહી છે.

તમને જણાવી દઈએ કે આ બધુ તે ફરાહ ખાનના કહેવા પર કરી રહી છે. તે સારા પાસેથી આ બધુ કરાવી રહી છે અને પોતે એક રૂમમાં બેઠી છે.  સારા માટે આ બધુ કરવાનો એક ટાસ્ક હતો. જે ભારતી સિંહ, હર્ષ લિમ્બાચિયાના ગેમ શો 'ધ ખતરા ખતરા શો'નો ભાગ છે. 

જુઓ વીડિયો 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @mixxsongss (@mixxsongss)


પૈસા કમાવવા સારાએ કર્યા આવા કામ 
હકીકતે ફરાહ ખાન અને ભારતીનો મજાક ઉડાવ્યા બાદ હર્ષ લિમ્બાચિયાએ સારા અલી ખાનને કહ્યું કે તે આ શોની ઓનર હોવાનો દાવો કરી રહી છે તો તેને અમુક ટાસ્ક કરવાના રહેશે. પછી ફરાહે ટાસ્ક આપ્યા અને કહ્યું કે તેને અમુક પૈસા કમાઈને લાવવાના રહેશે. ત્યાર બાદ ભારતી તેનો સાથ નિભાવવા માટે રસ્તા પર જતી રહી. 

બહાર આવીને સારા અને ભારતીને એક વ્યક્તિ મળ્યો જે સારા સાથે સેલ્ફી ક્લિક કરાવવાના 100 રૂપિયા આપવા તૈયાર થયો. બીજા એક વ્યક્તિ માટે સારાએ શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મનું ગિત યે કાલી કાલી આંખે ગાયું તેની પાસેથી તેને 500 રૂપિયા મળ્યા. આ રીતે કોઈએ 100 તો કોઈએ 500 રૂપિયા સારાને આપ્યા. 

સંકળાયેલા મુદ્દાઓ

Sara Ali Khan selfies viral video વાયરલ વીડિયો સારા અલી ખાન sara ali khan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ