બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ફ્લાઈટમાં જ્યુસ ઢોળાયું તો સારા અલી ખાન તમતમી ઉઠી! વીડિયો જોઈ ચાહકો ચોંકયા
Last Updated: 09:17 PM, 25 July 2024
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન તેના નમ્ર વર્તન માટે જાણીતી છે. તે ઘણીવાર જાહેર સ્થળોએ લોકોને નમસ્તે કહીને અભિવાદન કરે છે. પરંતુ આ દિવસોમાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં સારા અલી ખાનનો અલગ જ લુક જોવા મળી રહ્યો છે. સારા અલી ખાન આ વીડિયોમાં ગુસ્સામાં લાલ દેખાઈ રહી છે. ફ્લાઇટની અંદર સારાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સારા એરલાઈન્સ સ્ટાફ પર ગુસ્સે થતી જોવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં સારા અલી ખાન પિંક કલરનો ડ્રેસ પહેરીને ફ્લાઈટની અંદર બેઠેલી જોવા મળે છે. એરલાઈન્સના ઘણા સ્ટાફ તેમની પાસે ઉભા છે.
ADVERTISEMENT
આ દરમિયાન તે જોઈ શકાય છે કે સારા ગુસ્સામાં તેની સીટ પરથી ઉભી થાય છે અને કદાચ વોશરૂમ તરફ જાય છે. વીડિયોના કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે ફ્લાઇટમાં સારા સાથે આવી ઘટના બની જેનાથી અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ. એર હોસ્ટેસે સારાના મોંઘા ડ્રેસ પર જ્યુસ નાખે છે જેના પછી ઘણો ડ્રામા થયો.
ADVERTISEMENT
વધુ વાંચો : સલામાન ખાને યુલિયા વંતુરનો 44માં બર્થ ડે ઉજવ્યો, ખાસ તસવીર કરી શેર
આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને ઘણા લોકો તેના પર કમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકોને લાગે છે કે આ કોઈ ફિલ્મ કે એડ ફિલ્મના શૂટિંગ દરમિયાન લેવામાં આવેલો વીડિયો છે. જ્યારે કેટલાક તેને વાસ્તવિક ગણાવી રહ્યા છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ વીડિયો ખરેખર કોઈ ઘટનાનો છે કે શૂટનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Sikandar First Review / હજુ તો 23મીએ રિલીઝ થશે 'સિકંદર'નું ટીઝર, એ પહેલા જ ફિલ્મનો રિવ્યૂ આઉટ, શું સાઉથની રિમેક છે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.