બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Sara Ali Khan gave a reply to the trollers on going to 'Mahakal' temple, said I will keep going like this
Last Updated: 11:13 AM, 1 June 2023
ADVERTISEMENT
અભિનેત્રી સારા અલી ખાન આ દિવસોમાં તેની ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ને લઈને ચર્ચામાં છે. સારા આ ફિલ્મમાં વિકી કૌશલ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. ફિલ્મની રિલીઝ ડેટ નજીકમાં છે અને બંને સ્ટાર્સ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. એવામાં હાલમાં સારા અલી ખાન ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી જેના ફોટોસ અને વિડીયો વાયરલ થયા હતા. જો કે એ બાદ આ અંગે કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એવામાં હવે ટ્રોલર્સ વિશે સારાએ મૌન તોડ્યું છે.
સારા અલી ખાન કહે છે, 'હું મારા કામને ખૂબ જ ગંભીરતાથી લઉં છું. હું લોકો માટે કામ કરું છું, હું તમારા માટે કામ કરું છું. જો તમને મારું કામ ન ગમતું હોય તો મને ખરાબ લાગે. આ બધુ એક તરફ છે પણ મારી અંગત માન્યતાઓ મારી પોતાની છે. ખાનગી છે. જે ભક્તિ સાથે હું બાંગ્લા સાહિબ અને મહાકાલમાં જઈશ તે જ ભક્તિ સાથે હું અજમેર શરીફ જઈશ. જેને જે કહેવું હોય એ કહે પણ હું આ રીતે તમામ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું ચાલુ રાખીશ.'
ADVERTISEMENT
#WATCH | Indore, Madhya Pradesh | When asked about internet trolling after her visit to Mahakal Temple in Ujjain, actress Sara Ali Khan says, "...I take my work very seriously. I work for people, for you. I would feel bad if you don't like my work but my personal beliefs are my… pic.twitter.com/ffXdurUCDY
— ANI (@ANI) May 31, 2023
સારા એ ટોલર્સને જવાબ આપતા આગળ કહ્યું હતું કે 'લોકો જે ઈચ્છે તે કહી શકે છે. મને વાંધો નથી. તમારે સ્થળની ઊર્જા અનુભવવી જોઈએ. મને એ ઉર્જા પર ઘણો વિશ્વાસ છે.' આ પહેલીવાર નથી જ્યારે સારા અલી ખાન મંદિરમાં જવાને લઈને ટ્રોલ થઈ હોય.
જણાવી દઈએ કે આજે સારા અલી ખાન ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ગઈ હતી અને પૂજા કરી હતી. તેમણે ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. ભસ્મ આરતીમાં મહિલાઓ માટે સાડી પહેરવી ફરજિયાત છે. સારા પણ આ પ્રસંગે પિંક સાડીમાં જોવા મળી હતી.સારા અવારનવાર મહાકાલના આ મંદિરમાં દર્શન કરવા આવે છે.
આ સિવાય સારા અલી ખાન પણ ભૂતકાળમાં કેદારનાથ પહોંચી હતી. સારાને ભગવાન શિવમાં ઊંડી શ્રદ્ધા છે. ઘણી વાર તે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટના અંતે 'જય ભોલેનાથ' જયકારા લખે છે. ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ની વાત કરીએ તો આ ફિલ્મ 2 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.