ગુજરાતના હિલ સ્ટેશન સાપુતારામાં ગીરા ધોધનું વાતાવરણ બન્યું આહલાદક, સહેલાણીઓ ઉમટ્યા

By : HirenJoshi 10:28 AM, 12 July 2018 | Updated : 10:35 AM, 12 July 2018
સાપુતારા: ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન એવા સાપુતારામાં વરસાદી માહોલ જામતા ચારેય કોર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.

ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા સાપુતારામાં સહેલાણીઓનો ભારે ધસરો જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે વધઈનો ગીરા ધોધ પણ સક્રીય થયો છે. ગીરા ધોધ પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે.

જેના કારણે આસપાસનું વાતાવરણ આહલાદક બન્યું છે. ધોધના કારણે ધુમ્મસ ભર્યું વાતાવરણ થયું છે. ત્યારે સહેલાણીઓ ગીરા ધોધ નિહાળવા માટે પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ પહોંચ્યા છે. કુદરતી સૌંદર્યની મજા માણી રહ્યા છે. પ્રાકૃતિક સૌંદર્ય પ્રેમી લોકો આ નજારો નિહાળવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે, જે સમુદ્રમાં 3000 ફીટની ઊંચાઇ પર છે. ગુજરાત અને એની આસપાસના વિસ્તારોમાં આ હિલ સ્ટેશન ખૂબ જ લોકપ્રિય છે.Recent Story

Popular Story