Sapna Chaudharypolice complaint has been registered against Sapna Chaudhary her mother and brother
આરોપ /
જાણીતી ડાન્સર સપના ચૌધરી સામે ફરિયાદ દાખલ, આ કારણોસર ભાભીએ કર્યો કેસ, પોલીસે આદરી તપાસ
Team VTV11:44 PM, 03 Feb 23
| Updated: 11:57 PM, 03 Feb 23
સપના ચૌધરી, તેની માતા અને ભાઈ સહિતનાઓ સામે દહેજ માંગ્યાની અને ત્રાસ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
સપના ચૌધરી કાયદાની ચૂંગલમાં ફસાયા
દહેજ માંગ્યાની ભાભીએ નોંધાવી ફરિયાદ
પતિ, સાસુ સહિતનાઓ સામે નોંધાઇ પોલીસ ફરિયાદ
વધી એક વખત જાણીતી ડાન્સર સપના ચૌધરી કાયદાની ચૂંગલમાં ફસાયા છે. જેમાં સપનાની ભાભીએ સપના ચૌધરી અને તેની માતા નીલમ તેમજ ભાઈ કર્ણ વિરુદ્ધ દહેજની ફરિયાદ નોંધાઈ છે. વધુમાં માર મારવાનો અને અને દહેજમાં ક્રેટા કારની માંગ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાય છે. હરિયાણવી ડાન્સરના ભાઈ પર યૌન શોષણનો પણ ગંભીર આરોપ લગાવામાં આવ્યો છે. હાલ આ કેસ ફરીદાબાદના મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
ક્રેટા કારની માંગ કરાયાની રાવ
એક અઠવાડિયા પહેલા નોંધાયેલા આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. પલવલની રહેવાસી સપનાની ભાભીના લગ્ન વર્ષ 2018માં સપનાના ભાઈ કર્ણ સાથે થયા હતા. લગ્ન બાદ તેની પાસેથી દહેજની માંગ કરવામાં આવી હોવાની રાવ ઉઠી રહી છે. તેની સાથે મારપીટ પણ કરવામાં આવતી હતી. અને સપનાના પરિવારે ક્રેટા કારની માંગણી કરી હતી. પરિવારે રોકડ રકમ અને સોનાના દાગીના પણ આપ્યા છતાં દહેજની ભૂખ વધતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું.
કોઈની ધરપકડ કરાઈ નથી
સપનાની ભાભીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 26 મે 2020ના રોજ તેના પતિએ દારૂના નશામાં તેની પર હુમલો કર્યો અને બળજબરી કરીને શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં તે 6 મહિના પહેલા તેના પિતાના ઘરે આવી હતી. તેણે પતિ કર્ણ, સપના ચૌધરી અને સાસુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આરોપોની તપાસ ચાલુ હોવાનો પોલીસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.
સપના ચૌધરી પર પૈસા પડાવી લેવાનો આરોપ
ઉલ્લેખનીય છે કે સપના ચૌધરીને તાજેતરમાં પૈસા પડાવી લેવાના કેસમાં થોડા સમય માટે કસ્ટડીમાં લેવામાં આવી હતી જયાંથી છૂટયા બાદ સપના ચૌધરી અને અન્ય કેટલાક કલાકારો 13 ઓક્ટોબર 2018ના રોજ લખનૌમાં એક કાર્યક્રમ કરવાના હતા. કાર્યક્રમ જોવા માટે હજારો લોકોએ ટિકિટ ખરીદી હતી પરંતુ સપના ચૌધરી 10 વાગે પણ આવી ન હતી. લોકો રાહ જોતા રહ્યા અને પછી હોબાળો થયો. આરોપ છે કે લોકો ટિકિટના પૈસા રિફંડની માંગ કરી રહ્યા હતા પરંતુ આયોજકોએ આપ્યા ન હતા.