બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / sapna chaudhary news lucknow court issues arrest warrant against dancer sapna chaudhary know the reason
Premal
Last Updated: 02:25 PM, 18 November 2021
ADVERTISEMENT
સપના ચૌધરીના કાર્યક્રમની ટિકિટના પૈસા પાછા નહીં આપવાનો આરોપ
સપના ચૌધરી પર ડાન્સ કાર્યક્રમ રદ્દ કરવો અને ટિકિટના પૈસા પાછા નહીં આપવાનો આરોપ છે. જે મામલે કોર્ટમાં આગામી સુનાવણી 22 નવેમ્બરે થશે. લખનઉના ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ એડિશનલ એસીજેએમે આદેશ આપ્યો છે. જેમાં ડાન્સર સપના ચૌધરી સામે ધરપકડ વોરંટ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ આ કેસની એફઆઈઆર 14 ઓક્ટોબર, 2018ના રોજ એસઆઈ ફિરોજ ખાને પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેમાં સપના ચૌધરીની સાથે આ આયોજનના આયોજક જુનૈદ અહેમદ, નવીન શર્મા, પહલ સંસ્થાન કીવદ અલી, અમિત પાંડે અને રત્નાકર ઉપાધ્યાયના નામ પણ સામેલ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ કેસ ત્રણ વર્ષ પહેલાનો છે
ઉલ્લેખનીય છે કે, આ આખો કેસ ત્રણ વર્ષ પહેલાનો છે. ન્યુઝ એજન્સી મુજબ, 13 ઓક્ટોબર 2018ના રોજ બપોરે ત્રણ વાગ્યાથી 10 વાગ્યા સુધી સ્મૃતિ ઉપવનમાં સપના અને બીજાનો કાર્યક્રમ હતો. જેના માટે ઓનલાઈન અને ઓફલાઈન ટિકીટ વ્યક્તિ દીઠ 300 રૂપિયાના હિસાબે વેચવામાં આવી હતી. આ કાર્યક્રમને જોવા માટે હજારો લોકોએ ટિકીટ લીધી હતી. પરંતુ સપના ચૌધરી રાત્રે 10 વાગ્યા સુધી આવી ન હતી. જેને કારણે દર્શકોએ હોબાળો કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.