આ મંદિરમાં વિદેશ જવાની ઇચ્છા થઇ જાય છે પૂરી, પ્રસાદના રૂપમાં ચઢે છે વિમાન

By : krupamehta 04:14 PM, 02 December 2018 | Updated : 04:14 PM, 02 December 2018
આમ તો ભારતમાં દેવી દેવતાઓના અનેક મંદિરો છે, જ્યાં ઇચ્છાઓ પૂરી કરવા માટે અનોખી પરંપરા પ્રચલિત છે. જ્યારે પંજાબના જાલંધર જિલ્લમાં સંત બાબા નિહાલ સિંહ જી ગુરુદ્વારા છે. જ્યાં શ્રદ્ધાળુ રમકડાના વિમાન પ્રસાદના રૂમાં ચઢાવે છે. માન્યતાઓ અનુસાર આ ગુરુદ્નારામાં વિમાન ચઢાવવાતી લોકોની વિદેશ જવાની ઇચ્છા પૂરી થઇ જાય છે. સંત બાબા નિહાલ સિંહ જી ગુરુદ્વારાના પ્રતિ લોકોને ખૂબ ગાઢ આસ્થા જોડાયેલી છે. આ ગુરુદ્વારાને હવાઇ જહાજ ગુરુદ્વારાના નામથી પણ ઓળખવામાં આવે છે. 

આ ગુરુદ્વારાને લઇને લોકોનું માનવું છે કે જો તમારા વિઝા અથવા પાસપોર્ટ બની શકતો નથી તો રમકડાનું હવાઇ જહાજ દાન કરવાથી એમનો પાસપોર્ટ બનવામાં આવતી અડચણો દૂર થઇ જાય છે. રવિવારના દિવસે અહીંયા ભક્તોની વધારે ભીડ રહે છે. માન્યતા છે કે જે લોકો અહીંયા આવીને માથું ટેકીને પ્રાર્થાના કરે છે એમને વિદેશ જવામાં કોઇ પ્રકારની પરેશાની રહેતી નથી. 

આ ગુરુદ્વારા ઓછામાં ઓછી 150 વર્ષથી પણ જૂની છે. જ્યારે ગુરુદ્વારાના પ્રબંધનથી જોડાયેલા લોકોનું કહેવું છે કે અહીંયા ભક્તો દ્વારા અર્પિત કરેલા રમકડાના ઢગલો થાય. છે. એવામાં આ રમકડા માથું ટેકવા આપવા બાળકોને વહેંચી દેવામાં આવે છે.Recent Story

Popular Story