બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:46 AM, 17 January 2025
સંકટ ચોથના દિવસે વ્રત સાંજે ચંદ્રને અર્ઘ્ય આપ્યા પછી જ ખોલવામાં આવે છે. સંકટ ચોથના દિવસે ચંદ્ર દર્શનનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રમાંને જળ અર્પણ કરવાથી જીવનમાં નકારાત્મકતા દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે. ચાલો જાણીએ કે સંકટ ચોથના દિવસે ચંદ્ર કેટલા વાગે ઊગશે અને તેની પૂજાનું શુભ મુહૂર્ત.
ADVERTISEMENT
સંકટ ચોથ પૂજા મુહૂર્ત
ADVERTISEMENT
પંચાંગ અનુસાર 17 જાન્યુઆરી 2025ના રોજ સવારે 4:06 મિનિટે ચોથ શરૂ થશે અને 18 જાન્યુઆરી 2025 ના સવારે 5:30 સુધી રહેશે.
17 જાન્યુઆરી પંચાંગ
દિવસના ચોઘડિયા
રાત્રિના ચોઘડિયા
ચંદ્ર કેટલા વાગે નીકળશે?
સંકટ ચોથના દિવસે ચંદ્ર ઉદય દિલ્હીના સામે મુજબ રાતે 09:09 વાગે દેખાશે. આ સમય દરેક શહેર મુજબ અલગ-અલગ હોય શકે છે.
વધુ વાંચો: ગઢડાના મેલડી માંએ પૂર્યા પરચા, સાચી આસ્થા રાખતા 250 વર્ષ પહેલા નીકળ્યું હતું કુવામાંથી પાણી
સંકટ ચોથનું મહત્ત્વ
સંકટ ચોથનું વ્રત માતાઓ તેમના સંતાનની સુખાકારી માટે કરે છે. સકટ વ્રતની કથા સકટ માતાના માયાળુ સ્વભાવનું વર્ણન કરે છે. સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.