બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સંકષ્ટી ચતુર્થી: જો આજના દિવસે અપનાવશો આ ઉપાય, તો ભાગ્ય ચાંદીની જેમ ચમકશે

ધર્મ / સંકષ્ટી ચતુર્થી: જો આજના દિવસે અપનાવશો આ ઉપાય, તો ભાગ્ય ચાંદીની જેમ ચમકશે

Last Updated: 08:46 AM, 25 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sankashti Chaturthi 2024: આજે સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવામાં આવી રહ્યું છે. આ દિવસે ભગવાન ગણેશની આરાધના કરવામાં આવે છે. તેની સાથે જ સંકષ્ટી ચતુર્થીના દિવસે આ ખાસ ઉપાયોને કરવાથી દરેક સમસ્યાઓનું સમાધાન મળે છે.

આજે સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત છે. દર મહિનાના કૃષ્ણ અને શુક્લ બન્ને પક્ષોની ચતુર્થી તિથીએ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આજે સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવામાં આવી રહ્યું છે. આ દિવસે ભગવાન ગણેશની આરાધના કરવામાં આવે છે. તેની સાથે જ સંકષ્ટી ચતુર્થીના દિવસે આ ખાસ ઉપાયોને કરવાથી દરેક સમસ્યાઓનું સમાધાન મળે છે.

ganesh_7

બૌદ્ધિક ક્ષમતામાં વધારા માટે

જો તમે પોતાની બૌદ્ધિક ક્ષમતામાં વધારો કરવા માંગો છો સાથે જ પરીક્ષામાં પોતાની મહેનતનું ફળ પ્રાપ્ત કરવા માંગો છો તો આજના દિવસે તમારે શ્રી ગણેશ ભગવાનના 6 અક્ષરના વિદ્યા પ્રાપ્તિ મંત્ર 108 વખત જાપ કરવા જોઈએ. મંત્ર આ પ્રકારે છે- 'मेधोल्काय स्वाहा।'

બાળકોની ખુશી માટે

જો તમે ઈચ્છો છો કે બાળકોની ખુશીઓને ક્યારેય પણ કોઈની નજર ન લાગે તો આજના દિવસે તમારે શ્રી ગણેશ ભગવાનના આગળ છાણના ઉપલા પર 2 કપૂર અને 6 લવિંગની આહુતિ આપવી જોઈએ.

pooja-8

બુદ્ધિ-બળની પ્રાપ્તિ માટે

જો તમે બુદ્ધિની સાથે બળ પણ મેળવવા માંગો છો તો આજના દિવસે તમને શ્રી ગણેશ ભગવાનને પાંચ હળદરની ગાંઠ અર્પિત કરવી જોઈએ. સાથે જ ગણેશ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર છે-एकदंताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दंती प्रचोदयात्।। महाकर्णाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दंती प्रचोदयात्।। गजाननाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दंती प्रचोदयात्।।

અભ્યાસ માટે

જો તમે પોતાના પરિવારમાં ખુશીઓ યથાવત રાખવા માંગો છો અને સુખ-સૌભાગ્યમાં વધારો કરવા માંગો છો તો આજના દિવસે વિઘ્નહર્તા શ્રી ગણેશને મોદકનો ભોગ લગાવો અને ભગવાન ગણેશના આ મંત્રનો 108 વખત જાપ કરો. મંત્ર આ પ્રકારે છે- ऊँ गं गणपतये नम:।

pooja-1

જીવનમાં પ્રગતિ માટે

જો તમે જીવનમાં પોતાની પ્રગતિ સુનિશ્ચિત કરવા માંગો છો તો આજના દિવસે ભગવાન ગણેશને કંકુ ચોખાનું તિલક કરો સાથે જ ગણેશજીના આ મંત્રનો 11 વખત જાપ કરો. મંત્ર આ પ્રકારે છે- वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ: निर्विघ्नं कुरू में देव सर्व कार्येषु सर्वदा।

ઈન્ટરવ્યૂમાં સફળતા માટે

જો તમે કોઈ ઈન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો અથવા તો કોઈ પ્રતિયોગી પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો આજના દિવસે એક પાનનું પત્તુ લો અને તેને ભગવાન ગણેશને ચડાવો. હવે તે પાનના પત્તા પર લવિંગ સોપારી મુકીને ભગવાનની આરતી કરો.

PROMOTIONAL 11

વધુ વાંચો: આજે છે અષાઢની સંકષ્ટી ચતુર્થી, શ્રવણ નક્ષત્રમાં કરો ગણેશ પૂજા, જાણો શુભ મુહૂર્ત, ચંદ્રોદય સમય

પરિવારને મુશ્કેલીથી બચાવવા માટે

જો તમારા પારિવારિક જીવનમાં કોઈ પ્રકારની મુશ્કેલી છે તો તેનાથી છુટકારો મેળવવા માટે આજના દિવસે એક કાચુ નારિયેળ લઈને તેના પર કંકુનો તિલક લગાવીને નારિયેળને ભગવાન ગણેશના ચરણોમાં મુકો અને તેનો પ્રસાદ પરિવારના બધા સદસ્યોમાં વહેચી દો.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Puja Puja Remedies Sankashti Chaturthi 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ