'સંજૂ'ની બાયોપિકમાંથી ગાયબ રહી આ 5 મહિલાઓ, જેમનું હતું મોટું યોગદાન

By : krupamehta 03:20 PM, 11 July 2018 | Updated : 03:21 PM, 11 July 2018
સંજય દત્તની બાયોપિક સંજૂ રિલીઝ થઇ ગઇ છે. રિલીઝ થયા બાદે આ ફિલ્મે ખઊબ જ કમાણી કરી લીધી છે. 

ફિલ્મમાં દરેકની એક્ટિંગ જોરદાર છે. ખાસ કરીને રણબીરે સંજય દત્તના કિરદારમાં પોતાને ઢાળવા માટે ખૂબ મહેનત કરી છે જે ખાસ કરીને નજરે જોવા મળી રહી છે. 

સંજય દત્તની બાયોપિક સંજૂમાં સંજય દત્ત ઉપરાંત એના પિતા, માતા, પત્ની અને મિત્રો અને એક ગર્લફ્રેન્ડના કિરદારને પેશ કરવામાં આવ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે એની ગર્લફ્રેન્ડનું કિરદાર કે જેને સોનમ કપૂરે નિભાવ્યું એ ટીના મુનિમના કિરદારથી પ્રેરિત છે તો જાણકારાનું માનીએ તો સોનમ કપૂરનો રોલ માધુરી દીક્ષિતથી ઇન્સપાર્યડ છે. 

જો કે આ કિરદારો ઉપરાંત પણ ઘણા એવા લોકો છે જે સંજય દત્તની જીંદગીમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. પરંતુ ફિલ્મથી પૂરી રીતે બહાર છે. 

આજે અમે એ મહિલાઓ માટે જણાવીએ છીએ જે સંજય દત્તની બાયોપિક સંજૂમાંથી પૂરી રીતે ગાયબ છે પરંતુ રિયલમાં આ મહિલાઓનો સંજયની લાઇફમાં ઘણું યોગદાન રહ્યું છે. 

1. ત્રિશાલા દત્ત
ત્રિશાલા દત્ત સંજય અને એની પહેલી પત્ની રિચા શર્માની પુત્રી છે. પોતાની માના નિધન બાદ ત્રિશાલા અમેરિકા રહે છે. ત્રિશાલાએ હંમેશા એના પપ્પાના દરેક નિર્ણયને સપોર્ટ કર્યો છે. એ વાત સંજય દત્તના લગ્નની હોય કે ત્રિશાલા વગર બનેલી એની બાયોપિકની, ત્રિશાલાએ હંમેશાએના પિતાનો સાથ આપ્યો છે. આશ્વર્યની વાત તો એ છે કે આખી ફિલ્મમાં ક્યાંય પણ ત્રિશાલાની હાજરી તો શું એના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 

2. રિચા શર્મા
સંજય દત્તની પહેલી પત્ની રિચાનો પણ ફિલ્મમાં કોઇ ઉલ્લેખ નથી. રિચા પોતે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધ રાખતી હતી અને ઘણી ફિલ્મોમાં એને જોરદાર એક્ટિંગ કરી છે. 

3. રિયા પિલ્લઇ
સંજય દત્તની બીજી પત્ની રિયા પિલ્લઇ પણ સંજય દત્તની બાયોપિક સંજૂમાંથી બહાર છે. સંજય અને રિયાના લગ્ન 1998માં થયા હતા. લગ્નના થોડા વર્ષ બાદ જ એ બંને અલગ થઇ ગયા હતા. 

4. પ્રિયા દત્ત
જો તમે ફિલ્મ જોઇ હોય તો તમે કહેશો કે ફિલ્મમાં પ્રિયા દત્ત છે, રીયલ જીંદગીમાં સંજય અને પ્રિયા એકબીજાથી ખૂબ જ નજીક છે અને સંજયથી નાની હોવા છતાં પ્રિયાએ મુશ્કેલ સમયમાં સંજયનો ખૂબ જ સાથ નિભાવ્યો છે. 

5. ટીના મુનિમ
ટીના મુનિમના કિરદારને પણ આ ફિલ્મમાં દેખાડવામાં આવી નથી જો કે ફિલ્મ રિલીઝ થયા પહેલા એવું કહેવામાં આવતું હતું કે સોનમ ટીનાનો રોલ નિભાવી રહી છે. ટીના અને સંજયના અફેરની ચર્ચા પણ એક સમયે જોર પકડ્યું હતું.Recent Story

Popular Story