જાણવા મળ્યું છે કે ટી20 વર્લ્ડ કપ માટે ટીમના સિલેકશનની પ્રક્રિયા દરમિયાન સંજૂ સેમસનનાં નામની ચર્ચા પણ કરવામાં આવી નથી.
સંજૂ સેમસનને ટીમમાં સામેલ કરવા પર ચર્ચા પણ ન થઇ
ટી20 વર્લ્ડ કપમાં ઋષભ પંત અને દિનેશ કાર્તિકને મળી તક
ફેન્સમાં નારાજગી
એશિયા કપમાં ભારતનું નબળું પ્રદર્શન
ભારતીય ટીમનું યૂએઈની મેજબાનીમાં થયેલા એશિયા એશિયા કપમાં સુપર 4 સ્ટેજમાં પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. હવે ભારતીય ફેન્સ રોહિત શર્માની કેપ્ટન્સીમાં 15 વર્ષ બાદ ટી20 વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું કરવાની આશા રાખે છે. આ વૈશ્વિક ટૂર્નામેન્ટ માટે ટીમનું એલાન કરવામાં આવ્યું છે. જોકે પોતાની પસંદનાં ખેલાડીઓને ટીમમાં જગ્યા ન મળવા પર અમૂક ફેન્સ નારાજ પણ છે અને આ લીસ્ટમાં સંજૂ સેમસનનાં પ્રશંસકો પણ સામેલ છે.
પંત અને કાર્તિકને મળી તક
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટી20 વર્લ્ડ કપ માટે 15 સદસ્યોની ટીમનું એલાન કરી દીધું છે. આ ટીમમાં વિકેટકીપર તરીકે ઋષભ પંત અને દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે, સંજૂ સેમસનને ટીમમાં જગ્યા મળી નથી. બીસીસીઆઈનાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સેમસનનાં નામ પર સિલેક્ટર્સની બેઠકમાં ચર્ચા પણ કરવામા આવી નથી. સેમસનને ઝીમ્બાબ્વે સામે ઓગસ્ટમાં રમવામાં આવેલ વન ડે સીરીઝમાં જોવામાં આવ્યા હતા.
સેમસનનાં નામ પર ચર્ચા પણ નથી થઇ
બીસીસીઆઈએ ગત સોમવારે ટી20 વર્લ્ડ કપ, 20 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રિકા સામેની 6 ટી20 મેચો માટે ટીમની ઘોષણા કરી હતી. સિલેક્ટર્સની સમિતિની બેઠક પહેલા ચર્ચા હતી કે ઋષભ પંતની જગ્યાએ સંજૂ સેમસનને 15 સદસ્યોની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે, પણ તેમના નામ પર ચર્ચા પણ કરવામાં આવી નથી. બોર્ડના સૂત્રો અનુસાર, સંજૂ સાઉથ આફ્રિકા સામે વન ડેમાં રમશે કેમકે સિલેક્ટર્સ ઝીમ્બાબ્વે પ્રવાસ બાદ નિરંતતા બનાવવા માંગશે. આ ઉપરાંત, પંતને બહાર કરવા પર ચર્ચા ન થઇ. તેઓ ટીમના ટોપ ઓર્ડરમાં લેફ્ટ હેન્ડના એકમાત્ર બેટ્સમેન છે. જ્યારે તેમનું બેટ ચાલે છે, તો તેઓ પોતાના દમ પર ટીમને મેચ જિતાડી શકે છે.