Sanju Samson Smash Double Century In Vijay Hazare Trophy 2019 And Breaks Many Records
સિદ્ઘિ /
ટીમ ઇન્ડિયાને મળી ગયો ધોનીનો વિકલ્પ? આ વિકેટકીપર બેટ્સમેને ફટકારી ડબલ સેન્ચુરી
Team VTV10:50 AM, 13 Oct 19
| Updated: 10:52 AM, 13 Oct 19
દેશનો યુવા વિકેટકીપર બેટ્સમેન સંજૂ સૈમસને ઘરેલૂ ટૂર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફીમાં શનિવારે પોતાની શાનદાર બેટિંગથી ઘણા રેકોર્ડ્સ બનાવ્યા.
કેરલના મિડલ ઓર્ડર બેટ્સમેન સંજૂ સૈમસને ગોવાએ વિરુદ્ઘ પોતાના તૂફાની અંદાજમાં પોતાની પહેલી ડબલ સેન્ચુરી ફટકારી. સંજૂ સૈમસન વિજય હઝારે ટૂર્નામેન્ટમાં આ સિઝનની ડબલ સેન્ચુરી કરનારા પહેલો બેટ્સમેન બની ગયો છે, અને આ સાથે જ લિસ્ટ A માં સૌથી ઝડપથી સેન્ચુરી કરવાનો રેકોર્ડ પણ તેના નામે થઇ ગયો છે. સંજૂ સૈમસને શાનદાર બેટિંગ કરતા 125 બૉલમાં 200 રન કર્યા. ભારતની તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ આઠમી ડબલ સેન્ચુરી છે જ્યારે ઘરેલૂ ક્રિકેટમાં ત્રીજી ડબલ સેન્ચુરી છે.
ડાબા હાથના બેટ્સમેન સંજૂ સૈમસને 129 બૉલમાં 129 બૉલંમાં 20 બાઉન્ડ્રી અને 10 સિક્સર્સ ફટકારીને 212 રનની ઇનિંગ રમી. આ દરમિયાન સંજૂ સૈમસનના સ્ટ્રાઇક રેટ 162.99 નો હતો, જે કોઇ પણ ભારતીયની ડબલ સેન્ચુરી માટે સૌથી વધારે છે. સંજૂ સૈમસનની ફર્સ્ટ ક્લાક કરિયરની પહેલી સેન્ચુરી કરી હતી, જેણે તેણે ડબલ સેન્ચુરીમાં ફેરવી. ફર્સ્ટ ક્લાકમાં ડબલ સેન્ચુરી કરનારા ખેલાડીઓની યાદીમાં સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ, રોહિત શર્મા ( એકલા 3 વખત), શિખર ધન, કરનવીર કૌશલની સાથે હવે સંજૂ સૈમસનનું નામ જોડાઇ ગયુ છે.
ગોવા વિરુદ્ઘ કેરલના કેપ્ટન રોબિન ઉથપ્પાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી અને 49.4 ઑવરમાં 3 વિકેટ ગુમાવીને 372 રન કર્યા. કેરલની તરફથી સંજૂ સૈમસને નંબર 3 પર બેટિંગ કરતા 212* રનની ઇનિંગ રમી, જે ફર્સ્ટ ક્લાસ સીરિઝમાં કોઇ પણ વિકેટકીપર બેટ્સમેન દ્વારા રમાયેલી સૌથી સારી ઇનિંગ છે. લિસ્ટ A માં નંબર 3 પર રમતા ડબલ સેન્ચુરી કરનાર સૈમસન પહેલા બેટ્સમેન છે.
સંજૂ સૈનસને વર્ષ 2015માં ઝિમ્બાબ્વે વિરુદ્ઘ T-20 માં પોતાના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ, પરંતુ આ પછી ટીમ ઇન્ડિયામાં શામેલ થવાનો મૌકો મળ્યો ન હતો. સંજૂ સૈમસને વર્ષ 2013 માં IPL ડેબ્યૂ કર્યુ હતુ, રાજસ્થાન રૉયલ્સની ટીમમાંથી રમવાની શરૂઆત કરી હતી.