બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:43 AM, 9 November 2024
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 મેચ 8 નવેમ્બરના રોજ કિંગ્સમીડ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 61 રનથી હરાવ્યું હતું અને હવે આ સીરિઝમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે.
ADVERTISEMENT
𝙈. 𝙊. 𝙊. 𝘿 Sanju ☺️ 💯
— BCCI (@BCCI) November 8, 2024
Drop an emoji in the comments below 🔽 to describe that knock
Scorecard ▶️ https://t.co/0OuHPYaPkm#TeamIndia | #SAvIND pic.twitter.com/P2JSe824GX
સંજુ સેમસને દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ T20માં ઐતિહાસિક સદી ફટકારી હતી. તેણે 47 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે તે T20Iમાં બે બેક ટુ બેક સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો. અગાઉની T20 મેચમાં સેમસને બાંગ્લાદેશ સામે હૈદરાબાદમાં સદી ફટકારી હતી.
ADVERTISEMENT
For his sublime century in the 1st T20I, Sanju Samson receives the Player of the Match award 👏👏
— BCCI (@BCCI) November 8, 2024
Scorecard - https://t.co/0NYhIHEpq0#TeamIndia | #SAvIND | @IamSanjuSamson pic.twitter.com/Y6Xgh0YKXZ
શાનદાર શૈલીમાં બેટિંગ કરતા તેણે માત્ર 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, એ બાદ 47 બોલમાં પોતાની ઇનિંગ્સને સદી ફટકારી હતી. સંજુ 50 બોલમાં 7 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 107 રન બનાવીને આઉટ થયો હતો.
આટલું જ નહીં સેમસન સતત બે T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો ચોથો બેટ્સમેન બન્યો છે. તેમના પહેલા ફ્રાન્સના ગુસ્તાવ મેકેન, દક્ષિણ આફ્રિકાના રિલે રોસો અને ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટ આ કામ કરી ચુક્યા છે. આ સાથે સેમસન એકથી વધુ સદી ફટકારનાર ચોથો ભારતીય બન્યો છે. રોહિત શર્માએ ભારત માટે સૌથી વધુ 5 સદી ફટકારી છે. તેના પછી સૂર્યકુમારે 4 અને કેએલ રાહુલે 2-2 સદી ફટકારી છે.
સંજુ સેમસને અત્યાર સુધીમાં 282 T20 મેચ રમી છે, જેમાં તેણે લગભગ 30ની એવરેજથી 7,048 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 સદી અને 46 અડધી સદી પોતાના નામે કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.