sanjeev balians big statement due to agricultural laws i will resign
નિવેદન /
ખેડૂત આંદોલન મુદ્દે મોદી સરકારના મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- જો આવું થયું તો રાજીનામું આપીશ
Team VTV12:14 PM, 07 Mar 21
| Updated: 12:16 PM, 07 Mar 21
કેન્દ્રીયમંત્રી અને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના સાંસદ સંજીવ બાલિયાન વિપક્ષની આડેહાથ લેતા એક મોટું નિવેદન આપ્યું છે. બાલિયાને ખેડૂતોને ખાતરી આપી હતી કે જો જમીન તેમની પાસેથી છીનવી લેવામાં આવે તો તેઓ પોતાના પદ પરથી દેશે.
ખેડૂત આંદોલન વચ્ચે કેન્દ્રિય મંત્રીનું મોટું નિવેદન
મુઝફ્ફરનગરમાં હિન્દુ મઝદુર કિસાન સંગઠન દ્વારા આયોજિત કિસાન મઝદુર સંમેલનમાં બાલિયાને કહ્યું કે જો નવા કૃષિ કાયદાને કારણે કોઈ પણ ખેડૂતની જમીનનો ટુકડો ઉદ્યોગપતિના હાથમાં જાય તો તે પહેલા પોતાનું પદ છોડશે.
સંજીવ બાલિયાનનું મોટું નિવેદન
હકીકતમાં, વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યો છે કે નવા કૃષિ કાયદાને કારણે ખેડૂતોને તેમની જમીન ગુમાવવી પડશે અને સંજીવ બાલિયાનનું તાજેતરનું નિવેદન પણ આ જ સંદર્ભમાં જોવા મળી રહ્યું છે. બાલિયનના કહેવા મુજબ આ અંગે મૂંઝવણ ફેલાવવા ખેડૂત નેતાઓ અને વિરોધી પક્ષો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સંજીવ બાલિયનના જણાવ્યા મુજબ, તેઓ ગામડે ગામડે ફરતા હોય છે અને ખેડુતોને કૃષિ કાયદાઓ વિશે માહિતગાર કરે છે, જેથી નવા કૃષિ કાયદા અંગેની મૂંઝવણ દૂર થાય.
મુઝફ્ફરનગર બન્યો રાજકીય આંદોલનનો ગઢ
આપને જણાવી દઈએ કે, મુઝફ્ફરનગર ખેડૂત આંદોલન સાથે સંકળાયેલ રાજકીય આંદોલનનો ગઢ બની ગયો છે અને તેના કારણે જિલ્લામાં લોકોની હરીફાઈ ચાલી રહી છે. મુઝફ્ફરનગરમાં રાજકીય ઘમાસાણનું પરિણામ એ છે કે થોડા દિવસો પહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈત, રાષ્ટ્રીય લોકદળના અજિતસિંહ અને સંજીવ બાલિયન વચ્ચે આકરા શાબ્દિક પ્રહાર થયાં હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવા અહેવાલો પણ આવ્યા હતા કે થોડા દિવસો પહેલા બાલિયન એક ગામની મુલાકાત લીધી હતી જ્યાં તેનો વિરોધ હોવાને કારણે ત્યાં ભારે હોબાળો મચ્યો હતો.
ખેડૂતોના મુદ્દે ચર્ચા થવી જોઇએ
સંજીવે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખેડૂતોને લગતા વાસ્તવિક મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ શેરડીના ભાવ અને વીજળીના ભાવમાં ઘટાડો કરવાના પક્ષમાં છે અને સમયાંતરે સરકારને ખેડૂતોની સમસ્યાથી વાકેફ રાખે છે.