બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / સંજય સોનીએ પ્રોડ્યુસર તરીકે પ્રથમ ગુજરાતી ફિલ્મ બનાવી 'હાહાકાર' અને બોક્સ ઓફિસ પર મચી ગયો હાહાકાર

મનોરંજન / સંજય સોનીએ પ્રોડ્યુસર તરીકે પ્રથમ ગુજરાતી ફિલ્મ બનાવી 'હાહાકાર' અને બોક્સ ઓફિસ પર મચી ગયો હાહાકાર

Last Updated: 09:46 PM, 13 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ખુબજ સફળ અને દર્શકોને ખુબ પસંદ પડેલી ફિલ્મ 'હાહાકાર'ના પ્રોડ્યુસર સંજય સોનીએ પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું કે ગુજરાતી સુપર સ્ટાર મલ્હાર ઠાકરના ગાઈડન્સ તેમજ પવન શુક્લાની જુગાડુ મીડિયાની ટીમ  અને મયંક ગઢવીની અદ્ભૂત એક્ટિંગથી મારો વિશ્વાસ અને જુસ્સો વધ્યો

“હાહાકાર” થકી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રાણ પૂરનાર પ્રોડ્યુસર સંજય સોનીએ પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું કે, દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એમ મારી સફળ પ્રોડ્યુસરની કારકિર્દી પાછળ એક સફળ “પ્રોડ્યુસર સ્ત્રી” એટલે કે મારી પત્ની કૃપા સોનીનો હાથ છે.  હાહાકાર ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થઇ તે બદલ હું દુનિયાભરના ગુજરાતીઓનો આભારી છું જ પરંતુ સૌથી વધુ આભાર મારી પત્ની તેમજ પ્રોડ્યુસર કૃપા સોનીનો માનું છું. તેણે પડદાં પાછળ રહીને હંમેશા મને સપોર્ટ કર્યો છે.

હાહાકાર એક પણ હિરોઈન વગરની અને લવસ્ટોરી વગરની ગુજરાતી ફિલ્મ હતી એટલે શરૂઆતમાં થોડી શંકા થઇ કે લવ સ્ટોરી કે હિરોઈન વગર કોઈ પણ ફિલ્મ હીટ જવી શક્ય છે? પરંતુ ગુજરાતી સુપર સ્ટાર મલ્હાર ઠાકરના ગાઈડન્સ તેમજ પવન શુક્લાની જુગાડુ મીડિયાની ટીમ  અને મયંક ગઢવીની અદ્ભૂત એક્ટિંગથી મારો વિશ્વાસ અને જુસ્સો વધ્યો.

મારા પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે. 1992માં શાહ રૂખ ખાનના ”દીવાના” મુવીનું શૂટિગ ચાલી રહ્યું હતું અને લાખોનું ટોળું શૂટિંગ જોવા ઉમટ્યું હતું અને એક ખૂણામાં ખુરશી પર પ્રોડ્યુસર શાંતિથી ફિલ્મ નિહાળી રહ્યા હતા અને સ્પોટ બોય તેની ખાતિરદારી કરવા ખડેપગ ઊભાં હતા. બસ એ જ દિવસથી મેં પ્રોડ્યુસર બનવાનું સપનું જોયું અને આજે હાહાકાર ફિલ્મ થકી મેં મારૂં સપનું સાકાર કર્યું.

આજે હું તમને પ્રોડ્યુસર તરીકેની ચેલેન્જ શેર કરું. અમારૂ “મધરો દારૂ” ગીત ઇન્ટરનેટ પર છવાઈ ગયું હતું અને લાખો લોકો સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી રહ્યાં હતા. હવે પ્રોડ્યુસર તરીકે મારી આ પ્રથમ ફિલ્મ હતી. ગીત હિટ જવાને કારણે અમારી કોર ટીમ ડાયરેક્ટરથી લઈને એક્ટર સુધી એ કહ્યું કે રિલીઝ ડેટ પાછળ ખેંચીએ. જો હું આ વાતને લઈને હસ્તક્ષેપ કરેત અને મેં ઉપરવટ જઈને વહેલી ફિલ્મ રિલીઝ કરી હોત તો આટલો પ્રતિસાદ ન મળેત. હું માનું છું કે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભરપૂર ટેલેન્ટ છે, ડાયરેક્ટથી લઈને એક્ટરને પોતાની ક્રિએટિવિટી માટે છૂટ આપવાની જરૂર છે.

પ્રોડ્યૂસર તરીકે જે રીતે મને પ્રેમ અને સહકાર મળી રહ્યો છે તે પ્રમાણે હવે મારી જવાબદારી બને છે કે હું મારા ગુજરાતી ઓડિયન્સને આવી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ આપું અને ફિલ્મ થકી ગુજરાતી ભાષાને વધુ ને વધુ પ્રાધાન્ય આપું.

સંજય સોનીની સફરની વધુ જાણકારી માટે, તેની ઇન્સ્ટાગ્રામ રીલ તપાસોhttps://www.instagram.com/reel/C-4j1epvFAk/?igsh=c3ZmcGV3eGZndXB3

આ પણ વાંચોઃ હલ્દી સેરેમનીથી લઈને રિસેપ્શન, આરોહી અને તત્સતના લગ્નની વિધિની જુઓ ઈનસાઈડ તસવીરો

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hahakar Movie Sanjay Soni Success Story
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ