બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / ગોંડલ ગણેશ મારામારી કેસમાં ઉકળતો ચરુ, રાજૂ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે શાબ્દિક યુદ્ધ

અપડેટ / ગોંડલ ગણેશ મારામારી કેસમાં ઉકળતો ચરુ, રાજૂ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે શાબ્દિક યુદ્ધ

Last Updated: 08:02 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh News: જૂનાગઢના સંજય સોલંકીનું અપહરણ અને માર મારવાના કેસમાં દલિત સમાજે આજે પ્રતિકાર મહાસંમેલનનું આયોજન કર્યુ હતું

જૂનાગઢના દલિત યુવકને માર મારવા મામલે વિરોધથી લઈ તપાસ સુધીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં રાજુ સોલંકી જયરાજસિંહ જાડેજાને પડકાર ફેંકી રહ્યાં છે. તો બીજી તરફ પોલીસે ગણેશ જાડેજા સહિત 11 આરોપીની પૂછપરછ કરી છે

જયરાજસિંહ જાડેજાને પડકાર ફેંકયો

જૂનાગઢના સંજય સોલંકીનું અપહરણ અને માર મારવાના કેસમાં દલિત સમાજે આજે પ્રતિકાર મહાસંમેલનનું આયોજન કર્યુ હતું. જૂનાગઢથી બાઇક રેલી લઇ પહોંચેલા દલિત સમાજના આગેવાનોએ ગોંડલમાં સંમેલન કર્યુ. આ સંમેલનમાં સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ આક્રોશ વ્યક્ત કર્યો. એટલું જ નહીં આરોપી ગણેશ જાડેજાના પિતા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને પડકાર ફેંકયો. આ ઉપરાંત ચીમકી પણ આપી કે આગામી આંદોલન ધારાસભ્ય ગીતાબા જાડેજાના રાજીનામા માટે હશે.

જયરાજસિંહ જાડેજાનું નિવેદન

જયરાજસિંહએ કહ્યું કે, રેલીમાં આ લોકો નિવેદન આપે તેમને મારે જવાબ આપવો જોઈએ તેવું મને લાગતું નથી. એના લેવલ અને મારા લેવલમાં ઘણો તફાવત પડે છે. મીડિયામાં ભ્રામક પ્રચાર થયો છે તે બાબતે જવાબ મારે કે, ગણેશ ને નથી આપવાનો એ ગોંડલની જનતાને જવાબ આપવાનો છે.

વાંચવા જેવું: ખાનગી સ્કૂલ વાનમાં બાળકોને શાળાએ મૂકતાં વાલીઓ એલર્ટ, DEOએ જણાવી સ્કૂલ અને વાલીની જવાબદારીઓ

11 આરોપીની પૂછપરછ

તો બીજી તરફ ડિવિઝન પોલીસ ગણેશ જાડેજા સહિત 11 આરોપીની જેલમાં પૂછપરછ હાથ ધરી હતી. હાલ આરોપીઓ કોઈ બાબત પર બોલવા તૈયાર માટે નથી. ત્યારે 3 આરોપીઓ પાસેથી મોબાઈલ કબજે કરાયા છે. મારામારીનો વીડિયો ઉતાર્યો છે કેમ તે અંગે મોબાઈલમાં તપાસ કરાઈ રહી છે. સંજય સોલંકીના હાથમાં રહેલા ટેટૂને લઈને અભદ્ર ટિપ્પણીનો પણ આરોપ છે ત્યારે રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન સંજય સોલંકીએ આ મામલે ફરિયાદ કરી છે. પોલીસે આ ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે

સંકળાયેલા મુદ્દાઓ

Jayraj Singh Jadeja Dalit Youth Beating Case Gondal Ganesh assault case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ