બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Sanjay Dutt will be seen in this role in 'Hera Pheri 3', revealed the character himself

મનોરંજન / હેરા ફેરી 3માં થઇ સંજૂ બાબાની એન્ટ્રી, બાબુભૈયા, રાજૂ અને શ્યામ સાથે આ રીતે મચાવશે ધમાલ

Last Updated: 01:43 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જ સંજય દત્તે કન્ફર્મ કરતાં કહ્યું હતું કે તે 'હેરા ફેરી 3'નો ભાગ છે. આ સાથે એમને આ ફિલ્મમાં તેના રોલ વિશે પણ જણાવ્યું હતું.

  • 'હેરા ફેરી 3'નું શૂટિંગ આ વર્ષે શરૂ થશે 
  • ફિલ્મ 'હેરા ફેરી 3'માં સંજય દત્તની એન્ટ્રી 
  • કાર્તિક આર્યન પણ 'હેરા ફેરી 3'નો હિસ્સો 

જ્યારથી 'હેરા ફેરી 3' બનવાની જાહેરાત કરવામાં આવી છે અને ફિલ્મમાં એ જૂની ત્રિપુટી એટલે કે સુનીલ શેટ્ટી, અક્ષય કુમાર અને પરેશ રાવલ સાથે જોવા મળશે એ સમાચાર બહાર આવ્યા છે ત્યારથી ચાહકો ઉત્સાહિત છે. એવામાં હાલ ખબર મળી છે લે 'હેરા ફેરી 3'માં સંજય દત્તની પણ એન્ટ્રી થઈ ગઈ છે.એટલે કે સંજય દત્ત પણ બાબુ ભૈયા, રાજુ અને શ્યામ સાથે ધમાલ મચાવશે. આ વાત તાજેતરમાં જ સંજય દત્તે કન્ફર્મ કરતાં કહ્યું હતું કે તે 'હેરા ફેરી 3'નો ભાગ છે. આ સાથે એમને આ ફિલ્મમાં તેના રોલ વિશે પણ જણાવ્યું હતું. 

'હેરા ફેરી 3'નું શૂટિંગ આ વર્ષે શરૂ થશે 
થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે સંજય શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'જવાન'માં જોવા મળશે અને હવે એમની એન્ટ્રી ફિલ્મ 'હેરા ફેરી 3'માં પણ થઈ ગઈ છે. એક વાતચીત દરમિયાન સંજય દત્તએ જણાવ્યું હતું કે ફિલ્મમાં એમનો રોલ ખૂબ જ ખાસ બનવાનો છે અને એમનું આ પાત્ર ફિલ્મ 'વેલકમ'માં ફિરોઝ ખાનના પાત્ર RDX જેવું જ હશે પણ તે આંધળો હશે.' જણાવી દઈએ કે 'હેરા ફેરી 3'નું શૂટિંગ આ વર્ષે શરૂ થવા જઈ રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ લોસ એન્જલસ, દુબઈ અને અબુ ધાબીમાં થશે.

આખી ટીમ સાથે શૂટિંગ કરવાની મજા આવશે
સંજય દત્તએ આ વિશે વાત કરતાં આગળ જણાવ્યું હતું કે ' હું ફિલ્મ કરી રહ્યો છું અને આખી ટીમ સાથે શૂટિંગ કરવાની મજા આવશે. હેરાફેરી એક મોટી ફ્રેન્ચાઇઝી છે અને હું તેનો ભાગ બનીને ખુશ છું. નિર્માતા ફિરોઝ નડિયાદવાલા અને મારો સંબંધ પણ ઘણો જૂનો છે ઉપરાંત અક્ષય કુમાર, સુનીલ અન્ના અને પરેશ રાવલ સાથે કામ કરવાની પણ મને મજા આવશે. 

કાર્તિક આર્યન પણ 'હેરા ફેરી 3'નો હિસ્સો 
સંજય દત્ત ઉપરાંત કાર્તિક આર્યન પણ 'હેરા ફેરી 3'નો ભાગ બનવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે ગયા વર્ષે જ તેની ભૂમિકાની પુષ્ટિ થઈ હતી. નોંધનીય છે કે અક્ષય કુમારે પહેલા કહ્યું હતું કે તે આ ફિલ્મમાં કામ કરી રહ્યો નથી. જોકે પાછળથી તેણે હા પાડી. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે આ ફિલ્મમાં અક્ષય કુમાર કેટલો મોટો રોલ કરતો જોવા મળશે. 

હેરાફેરી 3 અને વેલકમ 3 માટે તૈયારી કરી લીધી
'હેરા ફેરી' ફિલ્મ સીરિઝમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલે દર્શકોનું મનોરંજન કરીને લોકોનું દીલ જીત્યું હતું અને  ફિલ્મ વેલકમની સીરિઝમાં અનિલ કપૂર અને નાના પાટેકરની સ્ટાઈલને પણ લોકોએ ખૂબ પસંદ કરી હતી.જણાવી દઈએ કે ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ હેરાફેરી 3 અને વેલકમ 3 માટે તૈયારી કરી લીધી છે અને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવાની અપેક્ષા કરવામાં આવે છે.

ત્રણ ફિલ્મોમાં એક સાથે નજર આવશે અક્ષય, સુનિલ અને પરેશ 
એક અહેવાલ મુજબ, અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ માત્ર 'હેરા ફેરી 3' માટે જ નહીં પણ તેમની વધુ બે ફિલ્મોની સિક્વલ માટે પણ સાથે આવવાના છે. હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણેયે હાલમાં જ મુંબઈમાં એક ખાસ પ્રોમો શૂટ કર્યો છે, જેમાં તેઓ ત્રણ ફિલ્મો માટે સાથે આવવાના છે તેની જાહેરાત કરી રહ્યા છે. જણાવી દઈએ કે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 'અક્ષય, સુનીલ અને પરેશ માત્ર હેરાફેરીની સિક્વલમાં જ નહીં પણ આવારા પાગલ દીવાના અને વેલકમની સિક્વલમાં પણ સાથે આવશે. 

'વેલકમ'માં વધશે કોમેડીનો ડોઝ?
જણાવી દઈએ કે 'હેરા ફેરી' સિવાય ફિરોઝ 'આવારા પાગલ દીવાના' અને 'વેલકમ'ના નિર્માતા પણ હતા પણ 'વેલકમ'માં સુનીલ શેટ્ટીનું કોઈ પાત્ર નહોતું. હવે એ જોવું રસપ્રદ રહેશે કે જો સુનીલ શેટ્ટીની 'વેલકમ'ની સિક્વલમાં એન્ટ્રી થાય છે તો તે કયા નવા પાત્રમાં જોવા મળશે. કારણ કે 'વેલકમ'માં અક્ષય અને પરેશ સિવાય નાના પાટેકર અને અનિલ કપૂરના પાત્રો પણ ખૂબ લોકપ્રિય છે. જો સુનીલ શેટ્ટી પણ આ જબરદસ્ત કાસ્ટ સાથે જોડાય છે, તો ચોક્કસપણે કોમેડીનો ડોઝ ખૂબ જ મજબૂત બનશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Hera Pheri 3 Sanjay Dutt ફિલ્મ 'હેરા ફેરી 3' સંજય દત્ત હેરા ફેરી 3 Hera Pheri 3
Megha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ