બોલિવૂડ અભિનેતા સંજય દત્તની આગામી ફિલ્મ ભૂમિ પછી તેવો ફરી એકવાર ઓમંગ કુમારની ફિલ્મમાં નજરે પડશે. ત્યારે સંજય દત્તની આગામી ફિલ્મનું નામ અને પોસ્ટર રિલીઝ કરવામાં આવી ચુક્યું છે. સંજયની ફિલ્મ 'ધ ગુડ મહારાજા' નામ આપવામાં આવ્યું છે. સંજય દત્ત બોલિવુડ ફિલ્મમાં પ્રથમવાર રોયલ લૂકમાં જોવા મળશે.
તે રાજાના લુકમાં જોવા મળશે.
સંજય મહારાજના નવા લુકમાં ખુબ સારા દેખાઇ રહ્યા છો જેમાં તેમને રાજાઓનો મુગટ ધારણ કર્યો છે. જ્યારે ગળામાં માળા છે. આ એક ઐતિહાસિક ફિલ્મ હશે. આ ફિલ્મમાં બ્રિટીશ શાસનના સમય વિશે છે. ફિલ્મમાં નવાનગારાના રાજાને લઇને બનાવામાં આવ્યું છે. આ ફિલ્મમાં દર્શાવામાં આવ્યું છે કે કેવી રીતે એક રાજા બીજા
વિશ્વયુદ્ધ દરમિયાન બાળકોને તેમની છત્રછાયામાં સુરક્ષા અને સહારો આપે છે.
ફિલ્મમાં સંજય દત્તનો રોયલ લૂકના અંગે ઓમંગ કુમારે કહેવું છે કે "સજય દત્તને આ રોલમાં લુક આપવા માટે તેમની ટીમ પાસે મહારાજનો માત્ર એક ફોટો હતો.આ ફોટાના મદદથી સંજય દત્તનો લુક તૈયાર કરવામાં આવ્યો છે." ફિલ્મના નિર્માતા સંદીપ સિંઘેનું કહેવું છે પોસ્ટર રીલિઝમાં સંજય દત્તનો ચહેરો અલગ રીતે દેખાઇ રહ્યો
છે. ત્યારે સંજય દત્ત તેમના નવા લૂક અને ફિલ્મને લઇને ખૂબ ઉત્સાહિત છે.
આ દિવસોમાં સંજય દત્ત તેમની ફિલ્મ 'ભૂમિ' અને તેની અગાઉની ફિલ્મ 'સાહબ બીવી ગેંગસ્ટર 3' ના શૂટિંગને લઇને વ્યસ્ત છે. ફિલ્મ ભૂમિ થિયેટર્સમાં 22 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે. ઓમંગ કુમાર દ્વારા 'ભૂમિ' નું નિર્દેશન પણ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અદિતિ રાવ હૈદારી સંજય દત્તની પુત્રીની ભૂમિકા ભજવી રહી છે.
'ભૂમિ' અને 'દ ગુડ મહારાજ' સિવાય સંજય દત્ત અને ઓમંગ કુમારની જોડી પણ અન્ય ફિલ્મમાં કામ કરશે.