VIRAL / સંજય દત્તે બદલ્યો લુક અને કહ્યું-હું કેન્સરને...બાબાનો આ વીડિયો થઈ રહ્યો છે ખૂબ વાયરલ

Sanjay Dutt changed his look and said I will beat cancer video viral

ઓગસ્ટમાં જ્યારે સંજય દત્તને ફેફસાનું કેન્સર હોવાના સમાચાર સામે આવ્યા તો તેનો પરિવાર, બોલિવૂડ અને તેના ફેન્સ બધાં જ ચિંતામાં મૂકાઈ ગયા. જોકે, હાલ સંજય દત્ત કેન્સરની સારવાર લઈ રહ્યો છે. હાલમાં જ સંજય દત્તનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે હેર કટ કરાવ્યા બાદ કહી રહ્યો છે કે હું કેન્સરને હરાવી દઈશ. આ વીડિયો પ્રખ્યાત હેર સ્ટાઈલિસ્ટ આલિમ હકીમે પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સંજુએ તેની આગામી ફિલ્મ કેજીએફને લઈને પણ એક મોટી જાણકારી ફેન્સને આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ