બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 13 વર્ષે અમદાવાદથી ઝડપાયો 71 લાખની ઠગાઈ આચરનાર અભિનવ ગોલ્ડનો સંચાલક સંજય બિરલા, કિસ્સો ચોંકાવનારો
Last Updated: 11:03 AM, 19 January 2025
અભિનવ ગોલ્ડ ઈન્ટરનેશનલ નામથી કંપની બનાવી રોકાણકારો સાથે ઠગાઈ કરનાર સંજય બિરલા નામના શખ્સને 13 વર્ષ બાદ ઝડપી લેવાયો છે. વડોદરા ક્રાઇમ બ્રાંચે આરોપીને અમદાવાદથી ઝડપી લીધો. આ શખ્સે રોકાણકારો પાસે થી 71 લાખ રૂપિયા લીધા હતા અને બાદમાં ફરાર થઇ ગયો હતો. તેણે ઓક્ટોબર- 2010થી જુલાઈ-2011 સુધીમાં 228 રોકાણકારો સાથે ઠગાઈ કરી હતી
ADVERTISEMENT
તેણે રાવપુરા અને રેસકોર્ષ વિસ્તારમાં કંપનીની બ્રાન્ચ શરૂ કરી હતી. ગ્રાહકોને આકર્ષવા સેમિનાર યોજી ગ્રાહકોને જંગી વળતર મળશે તેવી લાલચ આપી રોકાણ કરાવવા લલચાવ્યા હતા. ગ્રાહકોને આકર્ષવા માટે તેણે ગોલ્ડ શો રૂમ બનાવ્યો હતો.
ADVERTISEMENT
છેતરાયેલા ગ્રાહકે શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કંપનીના ઠગ સંચાલકો પૈકીના સંજય બિરલાને અમદાવાદથી ઝડપી પાડયો. અમદાવાદમાં નવા વાડજમાં સંજય બિરલા તેના પુત્રને ઘરે રહેતો હતો . અભિનવ ગોલ્ડના સંચાલકો સામે સુરત-રાજસ્થાનમાં પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચોઃ 'વરઘોડા શબ્દનો પ્રયોગ પોલીસ ક્યારેય નથી કરતી', આરોપીઓના રિકન્સ્ટ્રક્શન પર DGPનું મોટું નિવેદન
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.