બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / પૂર્વ ભારતીય ક્રિકેટરનો પુત્ર બન્યો છોકરામાંથી છોકરી, Video સોશિયલ મીડિયામાં વાયરલ થતા સૌ ચોંકી ઉઠ્યા
Last Updated: 12:30 PM, 11 November 2024
ટીમ ઈન્ડિયાના પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ સંજય બાંગરના પુત્ર આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો તેના દીકરાની હોર્મોનલ ટ્રાન્સફોર્મેશન જર્નીનો છે. અને વીડિયોમાં બાંગરના પુત્ર આર્યનનું છોકરામાંથી છોકરીમાં પરિવર્તન જોવા મળે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંજય બાંગરના પુત્ર આર્યનએ તેની 10 મહિનાની હોર્મોનલ ટ્રાન્સફોર્મેશનની સફર સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. જોકે, વીડિયો વાયરલ થયા બાદ તેણે હવે તેને ડિલીટ કરી દીધો છે. આ વિડીયોમાં 23 વર્ષના આર્યનએ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની અને વિરાટ કોહલી સાથે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી પછીની તસવીરો અને તેના પિતા સાથેની કેટલીક જૂની તસવીરો શેર કરી હતી.
જણાવી દઈએ કે આર્યન લગભગ 10 મહિનાથી હોર્મોનલ ચેન્જની ટ્રીટમેન્ટ કરવી હતી અને તે ખૂબ જ ચોંકાવનારી હતી. હવે તેનું નામ આર્યન નહીં પણ અનાયા છે અને હવે તેનું જેન્ડર પણ બદલાઈ ગયું છે અને તે હવે એક છોકરી છે. અનાયાએ સોશિયલ મીડિયા પર આ અંગે ઘણી પોસ્ટ કરી છે.
આર્યન હાલમાં ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રહે છે અને આર્યનની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ અનુસાર, તે ઈંગ્લેન્ડમાં અલગ-અલગ કાઉન્ટી ક્રિકેટ સાથે જોડાયેલો છે. તેણે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી લીગ મેચમાં 145 રન બનાવ્યાની પોસ્ટ પણ શેર કરી હતી. જોકે, હવે તે ક્રિકેટને બદલે પોતાની અંગત જિંદગીને કારણે સમાચારમાં છે.
આર્યનમી અનાયા સુધીની સફર વિશે હજુ સુધી સંજય બાંગરની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. અનાયા એક ક્રિકેટર છે અને તે મહિલા ક્રિકેટ રમીને આગળ વધવા માંગે છે. તેણે એક પોસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. આ પોસ્ટમાં તેણે તેના પિતાની પણ પ્રશંસા કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.