સુરતના સમીયા અહેમદ નામના ગામમાં ભીષણ આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી છે. ગામમાં આવેલા ફર્નિચરના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ આગે જોત જોતામાં સમગ્ર ગોડાઉનને પોતાની જ્વાળાઓમાં લપેટી લીધું હતું.
સમગ્ર ઘટના વિષે જણાવીએ તો સુરતના સમીયા અહેમદ નામના ગામમાં આવેલ એક ફર્નિચરમાં આ કારણોસર અચાનક આગ લાગી હતી. આ આગ અચાનક લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
આગે થોડા સમયમાં જોતા જોતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગે ભયંકર સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડના સાત જેટલા ફાયરફાયટરોની મદદ લેવામાં આવી હતી. જોકે આ આગમાં કોઈ જાનહાનિ ટાળી હતી. આ આગમાં કેટલું નુકસાન થયું તેનો કોઈ અંક હજુ મળ્યો નથી.