Coronavirus / લોકડાઉન બાદ સે‌નિટાઈઝરની માગ ૬૪ ટકા વધીઃ UPમાં સૌથી વધુ રોજ બે લાખ લિટર પ્રોડક્શન અને ૨૩ રાજ્યમાં સપ્લાય

 Sanitizer demand boost by 64 percent in the country UP produces 2 lakh litre sanitizer daily

કોરોના મહામારીના કારણે સમગ્ર દુનિયામાં દરેક બિઝનેસ પ્રભાવિત થયો છે, પરંતુ સે‌નિટાઈઝરનું બજાર સતત વધતું રહ્યું છે. લોકડાઉન બાદથી લગભગ ૫૦૦ નાના-મોટા મેન્યુફેક્ચર યુનિટ આ સેક્ટરમાં ઊતર્યાં છે, તેમાં ૧૫૨ એવી કંપનીઓ છે, જે સાબુ, બોડી, ફેશ અને હેન્ડ વોશની સાથે સાથે સેનિટાઇઝરનું પણ ઉત્પાદન કરે છે. ઓલ ઈન્ડિયા ડિ‌સ્ટિલર્સ એસોસિયેશન (એઆઇડીએ)ના જણાવ્યા અનુસાર ૧૫૦થી વધુ ડિ‌સ્ટિલરી પણ દેશમાં સે‌નિટાઇઝરનું ઉત્પાદન કરી રહી છે. દેશમાં આલ્કોહોલ બેઇઝ્ડ સે‌નિટાઇઝરની માંગમાં ૬૪ ટકા વધારો થયો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ