બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / સેન્ડફ્લાયના કેસમાં વધારો, હાલ 3 બાળકો સારવાર હેઠળ, 2 PICUમાં ક્રિટિકલ સ્થિતિમાં

ચિંતાજનક / સેન્ડફ્લાયના કેસમાં વધારો, હાલ 3 બાળકો સારવાર હેઠળ, 2 PICUમાં ક્રિટિકલ સ્થિતિમાં

Last Updated: 11:50 AM, 6 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

20 જૂનથી અત્યાર સુધી હોસ્પિટલમાં 15 બાળકો દાખલ કરવામાં આવ્યા છે. શંકાસ્પદ સેન્ડફ્લાય માખી કરડવાથી 8 વર્ષનાં બાળકનું મોત થઇ ચુક્યાં છે. હાલ 3 બાળકો સારવાર હેઠળ, 2 PICUમાં ક્રિટિકલ સ્થિતિમાં છે અને તેમની સધન સારવાર ચાલી રહી છે.

Vadodara News : પંચમહાલ સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં રેત માખીઓથી ફેલાતો શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસ ફરી એકવાર સક્રિય થતા હડકંપ મચી ગયો છે. ચાંદીપુરા વાયરસ અંગે માહિતી મળતાની સાથે જ સમગ્ર જિલ્લાતંત્ર સક્રિય થયું છે અને આરોગ્ય તંત્ર દોડતું થયું છે. છેલ્લા 7 દિવસમાં ચાંદીપુરા વાયરસનાં 15 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. પંચમહાલ - દાહોદમાં સેન્ડફ્લાય વાયરલના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.

8 બાળકોનાં મોત

20 જૂનથી અત્યાર સુધી હોસ્પિટલમાં 15 બાળકો દાખલ કરવામાં આવ્યા છે. શંકાસ્પદ સેન્ડફ્લાય માખી કરડવાથી 8 વર્ષનાં બાળકનું મોત થઇ ચુક્યાં છે. હાલ 3 બાળકો સારવાર હેઠળ, 2 PICUમાં ક્રિટિકલ સ્થિતિમાં છે અને તેમની સધન સારવાર ચાલી રહી છે. એક બાળકની તબિયત સુધારા પર આવતા જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્રણ બાળકોના સેમ્પલ ગાંધીનગર તપાસ માટે  મોકલાયા છે.

એક બાળ દર્દીને વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડાયો

શંકાસ્પદ કેસ જણાતા તમામ બાળ દર્દીઓને વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ડોક્ટર કંઇ સમજી શકે તે પહેલા તો ઘણું મોડુ થઇ ગયું હતું. ગોધરા તાલુકાના ડોકવા ગામનું એક બાળક તાવ સાથે ખેંચની બીમારીની સારવાર હેઠળ છે. આ બાળકોના સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. સેમ્પલનાં પરિણામ આવ્યા બાદ જ સમગ્ર મામલે કોઇ પણ સ્પષ્ટતા થઇ શકે તેમ છે.

આ પણ વાંચો : 3 બાળકોના મોત, એક દાખલ, ગુજરાતમાં ફરી ચાંદીપુરમ વાયરસની એન્ટ્રી, જાણો કયા જિલ્લામાં

પુડ્ડુચેરીની એક અને પૂણેની એક ટીમના વડોદરામાં ધામા

સ્થિતિની ગંભીરતાને જોતા ડોક્ટરો દ્વારા દેશનાં નિષ્ણાંત ડોક્ટરની ટીમને તેડું મોકલવામાં આવ્યું હતું. જેના પગલે પુડ્ડુચેરીની એક હેલ્થ ટીમ વડોદરા ખાતે આવી પહોંચી હતી. આ ઉપરાંત વાયરોલોજીક્ષેત્રનાં નિષ્ણાંત પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમ પણ વડોદરા આવી પહોંચી હતી. આ તમામ ટીમોએ પંચમહાલના ગોધરાની પણ મુલાકાત લીધી હતી. તેઓએ આ વાયરસને અટકાવવા માટે અટકાયતી પગલા પણ સુચવ્યા હતા જેના પર તત્કાલ સ્થાનિક ટીમો દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગની ટીમ સાથે આ ટીમો વાઈરસના ફેલાવા, તેના કારણો અને તેને નિયંત્રિત કરવા માટેના પગલાં અંગે તપાસ કરી રહી છે. ટીમો દ્વારા સેમ્પલો લેવાઈ રહ્યા છે. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરતો ગંભીર વાયરલ રોગ છે. જેનાં કારણે બાળકોને કાંતો ગંભીર નુકસાન થાય છે જે આજીવન રહે છે અથવા તો પછી તે બાળકનું મૃત્યું થાય છે.

શું છે ચાંદીપુરા વાયરસ

ચાંદીપુરા વાયરસ ( CHPV ) એ Rhabdoviridae પ્રકારના વાયરલ ઇન્ફેક્શન પરિવારનો એક સભ્ય છે. જે માણસોમાં થતી એન્સેફાલિટીક બીમારી, ચાંદીપુરા એન્સેફાલીટીસ અથવા ચાંદીપુરા વાયરલ એન્સેફાલીટીસ સાથે સંકળાયેલ છે. આ વાયરસનો સૌ પ્રથમ કેસ 1965 માં મહારાષ્ટ્ર રાજ્યનાં ચાંદીપુરા ગામમાં નોંધાયા બાદ તેનું નામ ચાંદીપુરા વાયરસ પડી ગયું હતું. આ મોટે ભાગે રેતીમાં થતી માખીઓ દ્વારા ફેલાય છે. જે બાળકો માટે સૌથી વધારે ઘાતક સાબિત થાય છે. કાચા મકાનોની દિવાલોમાં રહેલી તિરાડમાં આ માખીઓ રહે છે. આ માખીઓનાં કરડવાથી જ આ રોગ ફેલાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandipuram virus wreaks havoc Panchmahal News chandipura virus in gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ