બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Sandeshkhali Case Shahjahan Sheikh absconding for 55 days was sent to police custody for 10 days
Megha
Last Updated: 02:47 PM, 29 February 2024
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં જાતીય હિંસા અને જમીન પચાવી પાડવાના આરોપી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા શેખ શાહજહાંની ધરપકડ કરવામાં આવી છે. શેખને બંગાળ પોલીસે 55 દિવસ પછી ઉત્તર 24 પરગણાના મીનાખાન વિસ્તારમાંથી ધરપકડ કરી છે અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
#WATCH बशीरहाट, उत्तर 24 परगना: TMC नेता शेख शाहजहां को बशीरहाट कोर्ट लाया गया। pic.twitter.com/QAjwD3bMDY
— ANI_HindiNews (@AHindinews) February 29, 2024
ADVERTISEMENT
જાણીતું છે કે કોલકાતા હાઈકોર્ટે પોલીસને ઠપકો આપ્યો અને તાત્કાલિક ધરપકડનો આદેશ આપ્યાના ત્રણ દિવસ બાદ આ ધરપકડ થઈ છે. પશ્ચિમ બંગાળ પોલીસે સંદેશખાલી હિંસા અને ED પર હુમલાના આરોપી શાહજહાં શેખને ગુરુવારે બસીરહાટ કોર્ટમાં રજૂ કર્યો હતો. બસીરહાટ કોર્ટે શાહજહાં શેખને 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ પોલીસે કોર્ટમાં ટીએમસી નેતા શાહજહાં શેખના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શેખ શાહજહાંને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાનનો એમનો એક વીડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેની બોડી લેંગ્વેજ જોતા એવું લાગતું નહોતું કે તેના પર આટલા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હોય. તે દબંગની જેમ કોર્ટમાં હાજર થવા પહોંચ્યો હતો.
#WATCH | ADG (South Bengal) Supratim Sarkar says, "Sheikh Shahjahan, one of the principal accused in a case which happened on 5th January 2024 where ED officers were assaulted during the course of raid they were conducting...We arrested him yesterday night from Minakha Police… pic.twitter.com/G0FcPm6u3p
— ANI (@ANI) February 29, 2024
ટીએમસી નેતા શાહજહાં સંદેશખાલીમાં મહિલાઓ પર યૌન શોષણ, જમીન હડપ કરવા અને ED પર હુમલાના કેસમાં મુખ્ય આરોપી છે. અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગને આદિવાસી પરિવારોના 'જાતીય શોષણ અને જમીન હડપ કરવા' માટે TMC નેતા અને તેના સહયોગીઓ સામે 50 ફરિયાદો મળી છે. રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યું કે તેમને લગભગ 1,250 ફરિયાદો મળી છે, જેમાંથી 400 કેસ જમીન સંબંધિત છે. ધરપકડના મામલે વિપક્ષ સતત મમતા સરકાર પર નિશાન સાધી રહ્યું હતું.
શાહજહાં શેખની ઓળખ ટીએમસીના એક મજબૂત અને પ્રભાવશાળી નેતાની રીતે થાય છે. તે સંદેશખાલી યુનિટના ટીએમસી અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. પહેલી વખત શાહજહાં શેખ તે સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે 5 જાન્યુઆરીએ ઈડીની ટીમ શાહજહાંથી બંગાળ રાશન વિતરણ સ્કેમમાં પુછપરછ માટે પહોંચી હતી. તે સમયે તેમની ગેંગે ઈડીની ટીમ પર હુમલો કરી દીધો હતો. તેના બાદથી ઈડી સતત પુછપરછ માટે શાહજહાં શેખને સમન જાહેર કરી રહી છે. પરંતુ ઈડીની ટીમ પર હુમલા બાદથી શાહજહાં શેખ ફરાર છે જેને 55 દિવસ થઈ ચુક્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.