બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Sanand's Bapupura has no action against the video of bogus voting yet

સવાલ / સાણંદના બાપુપુરામાં બોગસ વોટિંગના વીડિયો મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં

vtvAdmin

Last Updated: 12:37 PM, 29 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણરીતે યોજાઈ હતી, પણ આ ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા કરાયેલી ફરિયાદનો ચૂંટણી પંચ દ્વારા નિકાલ કરવામાં આવી રહ્યો છે. જેમાં અમદાવાદના બાવળાના બાપુપુરા ગામમાં બોગસ મતદાન કરાવતા વિડિયો વાયરલ થતા કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જે મામલે હવે કોંગ્રેસના સી.જે. ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી. બોગસ વોટિંગની આ ઘટનાને એક સપ્તાહ વિત્યું હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે કાર્યવાહી મામલે પણ કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે. જોઇએ સમગ્ર અહેવાલ.

 

ગુજરાતની લોકસભા ચૂંટણીમાં બાપુપુરામાં બોગસ વોટિંગનો વીડિયો વાયરલ થવા મામલે હવે કોંગ્રેસના સી.જે. ચાવડાએ ફરિયાદ નોંધાવી છે. વાયરલ વીડિયોમાં સ્થાનિક આગેવાન બોગસ વોટિંગ કરાવી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું હતું. જે મામલે ઈલેક્શન કમિશનને ફરિયાદ બાદ જિલ્લા પોલીસ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.

બાપુપુરામાં બોગસ વોટિંગની આ ઘટનાને એક સપ્તાહ વિત્યું હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે કાર્યવાહી મામલે પણ કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ બાબતે તપાસમાં કેમ ઢીલી નીતિ અપનાવાઈ રહી છે? હજુ સુધી આ બૂથ પરના વોટિંગને કેમ રદ્દ નથી કરાયું? શું પરિણામ પહેલા તમામ કાર્યવાહી પૂર્ણ થશે? 

બોગસ વોટિંગનો પુરાવો હોવા છતાં શેની રાહ જોવામાં આવી રહી છે? શું કોઈ રાજકીય દબાણ હેઠલ કાર્યવાહી નથી કરવામાં આવી રહી? રાજ્યસભા ચૂંટણી સમયે અડધી રાત્રે નિર્ણયો લેવામાં આવ્યા હતા, ત્યારે અત્યારે ચૂંટણી પંચ શેની રાહ જોઈ રહ્યું છે? શું રાજ્ય ચૂંટણી પંચે આ અંગે કેન્દ્રીય ચૂંટણીપંચને રજૂઆત કરી છે કે નહીં? આવા અનેક પ્રશ્નો અહીં ઉભા થાય છે.

 

ઉલ્લેખનીય છે કે, બાવળાના બાપુપુરા ગામમાં બોગસ વોટિંગ થયું હતું. વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ મતદાર યાદીમાં નામ જોઈને તેના નામ સામે સહી કરી રહ્યો છે, જ્યારે બીજો વ્યક્તિ ઈવીએમ પાસે ઉભો રહીને વોટિંગ કરી રહ્યો છે. વીડિયોમાં જોવા મળતો વ્યક્તિ અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફરજ પરના કોઈ કર્મચારીએ પણ બોગસ વોટિંગનો વિરોધ કર્યો ન હતો. એવું પણ જોઈ શકાય છે કે જેમણે મત નથી નાખ્યો તેમના મતો બીજેપીના નેતા કરાવી રહ્યા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Lok Sabha Election 2019 bogus voting congress gujarat Question
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ